Friday, December 1, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદનો સિંધુભવન રોડ બન્યો 'રેસિંગ ટ્રેક' ! નબીરાએ રેસિંગના ચક્કરમાં મારી ટક્કર

અમદાવાદનો સિંધુભવન રોડ બન્યો ‘રેસિંગ ટ્રેક’ ! નબીરાએ રેસિંગના ચક્કરમાં મારી ટક્કર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદનો સિંધુભવન રોડ ફરી એકવાર રેસિંગ ટ્રેક બન્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ગઈકાલ દિવાળીની રાત્રે સિંઘુભવન રોડ પર નબીરા બેફામ બન્યા હતા. લક્સુરિયસ કાર ઓડી અને મર્સિડીઝ કાર બેફામ રીતે ચલાવતા અકસ્માત સર્જાયો છે. આ દિવાળીના દિવસોમાં નબીરાઓ આ પ્રકારે બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અકસ્માતમાં ભોગ બનારાએ આરોપ લગાવ્યો છે કે, આ નબીરાઓ રેસિંગ કરી રહ્યા હતા અને ઓવર સ્પિડમાં કાર ચલાવી રહ્યા હતા.

sindhu bhavan road accident
sindhu bhavan road accident

પ્રાપ્ત વિગત અનુસાર, દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર બોપલમાં રહેતો પરિવાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેમની કારની પાછળની સાઈડથી એક મર્સિડીઝ કારે ટક્કર મારી હતી. સાથે જ મર્સિડીઝ કારે અન્ય એક કારને પણ ટક્કર મારી હતી. ભોગ બનારના જણાવ્યા અનુસાર, રાત્રીના 3 વાગ્યાના આસવાર ઓડી, મર્સિડીઝ અને અન્ય એક કાર રેસિંગ કરી રહ્યા હતા. જેમાંની મર્સિડીઝ કારે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે, ભોગ બનારની કારનું પાછળનું ટાયર પણ નિકળી ગયું હતું. સાથે જ મર્સિડીઝ કારનું આગળનું ટાયર પણ ફાટી ગયું હતું.

- Advertisement -

ભોગ બનાર વધુમાં જણાવે છ કે, આ અકસ્માત સર્જાયા બાદ મર્સિડીઝ કાર ચાલક ફુલ સ્પિડમાં કાર લઈને ફરાર થઈ જાય છે. તેની કારનું ટાયર ફાટી ગયું હોવાથી રોડ પર તણખલા પણ ઉડતા જોવા મળ્યા હતા. પરંતું તે વધુ દુર જઈ શક્યો નહતો. મર્સિડીઝ કાર ઊભી રહેતા જ આસપાસનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા અડધો પોણો કલાક બાદ પોલીસની PCR વાન આવી હતી. જેમાં એક જ પોલીસકર્મી હતો. આ PCR વાનમાં મર્સિડીસ કારના ચાલકને લઈ જવામાં આવ્યો હતો. આ બનાવમાં થોડો સમય બાદ અક્સમાત સ્થળ પર મર્સિડીસ કાર ચાલકના 10થી 15 સાથીદારો લાકડીયો લઈને આવી ગયા હતા અને સ્થળ પર હાજર ટોળા સાથે મારપિટી કરવા લાગ્યા હતા. જેથી મારો પરિવાર ડરી ગયો હતો. તેના સાથીદારોએ નંબર પ્લેટ કાઢી સાથે જ કારમાં દારૂ ભરેલો ગ્યાસ હતો તે પણ કાઢીને પુરાવાનો નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આ બનાવ બની રહ્યો હતો તે દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તરફથી એવું જણાવામાં આવ્યું કે, હું એકલો કઈ રીતે આવું મારે ફોર્સ બોલાવી પડે.

sindhu bhavan road accident
sindhu bhavan road accident

બીજીબાજુ અકસ્મતા સર્જનાર મર્સિડીઝ કાર ચાલક રિશીત પટેલને ઝડપી પાડ્યો છે. રિશીત પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, મને તેમની કાર દેખાઈ જ ન હતી. આગળની કારે અચાનક વળાવીને શોર્ટ બ્રેક મારી હતી. જેથી મારી કાર પાછળથી અડી ગઈ હતી, એટલો જ બનાવ બન્યો હતો. કારની ટક્કર થઈ એટલે રોડ પર તણખલા જોવા મળ્યા હતા. મારી કારની નંબર પ્લેટ કોણ કાઢી ગયું તેની મને જાણ નથી. મે ડ્રીંક પણ નહોતું કર્યું અને રેસ પણ લગાવી ન હતી. મારી કાર 80ની સ્પીડ પર ન હતી. મર્સિડીઝ કાર ચાલક પોતાનો બચાવ કરી રહ્યો છે. પરંતું અકસ્માત બાદ કારનું ટાયર ફાટી ગયું તે સમયે પણ કાર સ્પિડમાં ચાલી રહી હતી. જેનો CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારનું ટાયર ફાટી ગયું અને રોડ પર તણખલા ઊડી રહ્યા છે.

આ અક્સમાત બાદ સવાલો ઊભા થઈ રહ્યા છે કે, આ નબીરાઓ ક્યાં સુધી બીજાના જીવ જોખમમાં મુકતા રહેશે. અમદાવાદનો સિંધુભવન રોડને આ નબીરાઓ રેસિંગ ટ્રેક બનાવી રહ્યા હોય છે, ત્યારે પોલીસ શું કરતી હોય છે. આ અકસ્માત સર્જાયા બાદ મર્સિડીઝ ચાલકે પુરાવાનો નષ્ટ કરવા માટે કોઈને મદદ લીધી હતી. અકસ્માત સર્જાયા બાદ જે લાકડીયો લઈને આવ્યા હતા તે કોણ હતું? પોલીસ રિશીત પટેલની કોલ ડિટેલ કઢાવે તો વધારે વીગતો બહાર આવી શકે તેમ છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular