Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: સર્જક અને ભાવક સાથે સીધો સંવાદ, જાણીતા કવિ તુષાર શુક્લ સાથે...

અમદાવાદ: સર્જક અને ભાવક સાથે સીધો સંવાદ, જાણીતા કવિ તુષાર શુક્લ સાથે ‘કાવ્યગોષ્ઠિ’

- Advertisement -

રામ મોરી (નવજીવન ન્યૂઝ અમદાવાદ) : અમદાવાદના આશ્રમરોડ પર આવેલા, ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ ગુજરાતી સાહિત્યની સેવા એક અનોખી રીતે કરી રહ્યું છે. નવજીવનના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ ખાતે દર અઠવાડિયે ગુજરાતી સાહિત્યના અલગ અલગ સર્જકો તેમના સાહિત્ય સર્જનની સફર વિશે વાત કરે છે. નવજીવન ભાવકોને પણ તેમના મનગમતા સાહિત્યકાર, સર્જક સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે.




સોમવારે નવજીવન દ્વારા ‘કાવ્યગોષ્ઠિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કવિ તુષાર શુક્લએ પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરી હતી. ઓડિયન્સથી હાઉસફૂલ એવા જિતેન્દ્ર દેસાઈ હોલમાં યુવાનો જે વિપુલ સંખ્યામાં હાજર હતા એ જોઈને કવિતા અને કવિ પ્રત્યેની લીલીછમ લાગણી દૃશ્યમાન થતી હતી. તુષાર શુક્લની રચનાઓ જૂદાં જૂદાં માધ્યમમાં ગવાતી રહે છે. એમના ગીતોને પ્રેમ કરનારી ત્રીજી પેઢીમાં ગુજરાતમાં અને દેશવિદેશમાં ધબકી રહી છે.



અહીં કાવ્યગોષ્ઠિમાં સર્જક તુષાર શુક્લે કવિતા સાથે એમનો નાતો કેવી રીતે જોડાયો એ વિશેની રસપ્રદ ગોઠડી કરી. એમના દાદા અને પિતા તરફથી મળેલા સાહિત્યિક વારસાને પૂજ્યભાવે વાગોળ્યો. કવિનું બાળપણ, પુસ્તક સાથેની પ્રીતિ, નાટકો સાથેનું જોડાણ, કવિતા વિશેની સમજ અને આકાશવાણી સુધી પહોંચવાની સફર બહુ રસપ્રદ છે. પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરતી વખતે નવોદિત કવિઓને પરોક્ષ રીતે કવિએ સરસ ટકોર કરી. “સરળતા એ કોઈ ગુનો નથી. સામા પક્ષે તમારી કવિતાનો સીધો ભાવ પહોંચતો હોય તો વાતને ગોળ ગોળ રમાડવી અને ભાષાની ચમત્કૃતિઓ કરવી અને એ થકી જ સારા કવિ કહેવાઈએ એ ભૂલભરેલી માન્યતા છે.”

કવિએ સરળ શબ્દોમાં એક ઉત્તમ વાત એ પણ કરી કે, લખનારાને પોતાને પોતાની રચનાઓ ગમતી હોવી જોઈએ એ પણ એટલું જ અગત્યનું છે. જો તમને જ નહીં ગમતી હોય તમારી રચનાનો રાજીપો ભાવક સુધી પહોંચશે જ નહીં. સાથોસાથ કવિએ સોશ્યલ મિડિયાના સર્જન પર થતા પ્રભાવ અને અભાવની વાતો પણ બહુ સરસ રીતે વણી લીધી. કવિ તુષાર શુક્લએ પોતાને ગમતી રચનાઓનું પઠન કર્યું અને અંતે શ્રોતાઓના રસપ્રદ પ્રશ્નોના રસપ્રદ જવાબો આપ્યા.




- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular