નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા મણિનગર વિસ્તારમાં બે નકલી પોલીસની ઘરપકડ કરવામાં આવી છે. બે વ્યક્તિઓ નકલી પોલીસ બનીને મણિનગર વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતાં લોકોને ઊભા રાખીને અલગ અલગ રીતે પૈસા પડાવતા હતા. એક એક્ટિવા ચાલકને ઊભો રાખીને લાઇસન્સ અને બીજા કાગળિયા માગતા એક્ટિવા ચાલકે પોલીસનું આઇડી કાર્ડ માગ્યું જેના કારણે નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો.
મણિનગર વિસ્તારના પિકનિક હાઉસ નજીક સાંજે 7 વાગ્યેની આસપાસ ઉમેશ કંડવીક અને તેનો સાળો એક્ટિવા લઈને પસાર થતાં હતા તે દરમિયાન પાછળથી બાઇક લઈને આવેલા બે વ્યક્તિઓએ તેમને ઊભા રાખ્યા હતા અને લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માગ્યા હતા, તે સમયતે ઉમેશે આ બંને વ્યક્તિઓ પાસે પોલીસનું આઇડી કાર્ડ માગ્યું ત્યારે તેમની પાસે પોલીસનું કોઈ આઇડી હતું નહીં જેના કારણે તેમની નકલી પોલીસ તરીકે ઓળખ થઈ હતી.
પોલીસ ફરિયાદ મુજબ આ બંને આરોપીઓ લોકોને રસ્તામાં ઊભા રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડૉક્યુમેન્ટ માગ્યા હતા, આ ઉપરાંત માસ્ક કેમ નથી પહેર્યું, એક્ટિવાની દેકી ખોલો, ડેકીમાં શું છે? તેવું કહીને ડેકી ચેક કરતાં હતા અને લોકોના મોબાઈલ ફોન પણ ચેક કરતાં હતા અને લોકો પાસેથી મોટી રકમ પડાવતા હતા.
ઉમેશે બંને આરોપીના બાઈકનો નંબર નોંધીને પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે મણિનગર પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે બંને આરોપીએ પૈસા પડાવવા માટે જ નકલી પોલીસ બનાયા હતા. પહેલું સાધન રોક્યું તેમાં જ પકડાઈ ગયા હતા તેવું તેમણે જણાવ્યુ હતું. આ વાત સાચી છે કે ખોટી તે આગળ વધુ તપાસમાં સામે આવશે તેવું પોલીસ ઈન્સ્પેકટર બી.બી.ગોયલે જણાવ્યુ હતું.
![]() |
![]() |
![]() |











