નવજીવન અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાત ભરમાં કોરોનાના કેસે હરણફાળ ભરી છે. આજે મંગળવારે અમદાવાદ જિલ્લામાં ૬૦૭૮ નવા કેસ નોંધાયા હતા અને ૩ લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, સુરત જીલ્લામાં ૩૯૮૮ નવા કેસ અને ૫ દર્દીઓના મૃત્યુ થયા હતા, વડોદરા જીલ્લામાં ૧૬૭૦ નવા કેસ નોંધાયા હતા. તથા ભાવનગર અને જામનગરમાં ૧-૧ દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કુલ ૧૭૧૧૯ નવા કેસ સામે આવ્યા હતા. જે સાથે ગુજરાતના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૧૭૦૮૯ થાય છે. સમગ્ર રાજ્યમાં આજે કુલ ૧૦ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે અને ૭૮૮૩ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોનાની આ ભયજનક સ્થિતિ સામે તંત્ર પોતાની તૈયારીના દાવા ઢોલ વગાડી વગાડીને કરી રહ્યું છે. ત્યારે ખરેખર ગ્રાઉન્ડ પર તદ્દન વિરોધાભાસ દૃશ્ય સામે આવી રહ્યું છે.
અમદાવાદના કેટલાક નાગરિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, આજે સવારથી તેઓ સરેરાશ લગભગ બે-ત્રણ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના રેપિડ ટેસ્ટ માટે ગયા હતા. પરંતુ તેમને એવો જવાબ મળ્યો કે, “ટેસ્ટિંગ કીટ નથી.” Testing kit in Ahmedabad બપોર પછી આવજો, કાલે આવજો વગેરે. આ વિષે એક નાગરિકે સ્ટેડિયમ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર દિવ્યેશ પટેલ સાથે વાત કરતાં, “હું રજા પર છું અને નવસારી આવ્યો છું. તમે નોર્થ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. ગોવિંદભાઈ મકવાણાને ફોન કરો. એ કઇંક વ્યવસ્થા કરશે.” કહીને બીજાને ખો આપવાની સરકારી નીતિ અપનાવી હતી. જો કે ડૉ. ગોવિંદભાઈ મકવાણાએ કીટ ખલાસ થઈ હોવાની વાતને નકારી કાઢતાં જણાવ્યુ હતું કે, “કોઈ પણ જગ્યાએ ટેસ્ટિંગ કીટ ખૂટી હોવાની કે ખલાસ થઈ હોવાની સમસ્યા ઊભી થઈ નથી.” જોકે થોડા સમય પછી એમણે ફરી વાત કરતા કહ્યું કે, જેમને ટેસ્ટ કરાવવાના છે અને તેમના નામ નંબરનિ વિગત આપો આવતીકાલની સવાર સુધી વ્યસ્થા કરી દેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પણ ગણતરીના દિવસો અગાઉ અમદાવાદના કમિશ્નર સાથે બેઠક કરીને કોરોના સામે લડવાની શહેરના તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને સબ સલામતના દાવા કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












