દિલીપ ચાવડા (નવજીવન. સુરત): દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલ્સમાં હાલ શેરડી કાપણી સીઝન ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલોમાં શેરડી કાપણી અર્થે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટીના છેવાડાના ગામો સાથે મહારાષ્ટ્રથી મજુરો આવતા હોય છે. ત્યારે શેરડી કાપણી કરતા મજૂરોની તાપી જીલ્લામાં કામગીરી કરતા મજુરોએ શેરડી કાપણીમાં પણ શિસ્તતા બતાવ્યાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ખેતરમાં શેરડી કાપણી અર્થે આવેલા મજુરોએ પોલીસ વિભાગમાં અધિકારી સમક્ષ કરવામાં આવતા રોદકોલ મુજબની શિસ્તથી કામગીરી કરવામાં આવી છે.
ખેતરમાં હાજર મજુરો પહેલા સાવધાન વિશ્રામ કર્યા બાદ તેઓ પૈકીના એક મુખ્ય મજૂર તેમના મુકદમને સલમા કરી “જયહિન્દ શ્રીમાન ગન્ના કાટને કે લીયે ગ્યારહ આદમી હાજર હે શ્રીમાન” એમ કહી મજૂરોની હાજરી પુરાવે છે અને ત્યાર બાદ મુકદમની સૂચના મળતા ખુશ મિજાજમાં આવી તમામ મજુરો શેરડી કાપણી કરતા થાય છે.
આ વીડિયોની પુષ્ટિ તાપી જીલ્લાના રાજકીય યુવા કર્મશીલ રોમેલ સુતરીયાએ કરવા સાથે તેમના કહેવા મુજબ તાપી જીલ્લાના એક ગામમાં શેરડી કાપણી અર્થે આવેલા મજુરોને છે. આટલું જ નહી પણ નિરક્ષર ખેત મજૂરોમાં આ રીતની શિસ્ત અને જાગરૂકતાએ શિક્ષિત લોકો માટે નોધ લેવા જેવી બાબત છે. વીડિયોમાં જોવા મળતી રોદકોલની કામગીરી પોલીસ ખાતામાં કરવામાં આવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












