Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદઃ પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ભુવો પડતા કાર ખાબકી, અનેક વિસ્તારોમાં...

અમદાવાદઃ પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ભુવો પડતા કાર ખાબકી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે સાંજે કડાકાને ભડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ (Rain) પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી. તેવામાં પહેલા જ વરસાદએ તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. તંત્ર દ્વારા વરસાદ પહેલા પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતું પહેલા જ વરસાદમાં શહેરમાં મસમોટો ભુવો પડતાં તંત્રની પોલ ઉધાડી થઈ છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સાંજથી અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે સિઝનના પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. ચોમાસાની સિઝન પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુનની કામગીરી કરવમાં આવતી હોય છે. પરંતું સિઝનના પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી નાખી છે.

- Advertisement -

અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે ભુવો પડ્યો હતો. આ ભુવામાં એક નેનો કાર પણ ખાબકી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. AMC દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત 50 હજારથી વધુ કેચપીટો સાફ કરવામાં આવી હતી, સાથે જ ગટરના ઢાંકણાઓ પણ બદલમાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતું ગઈકાલે અડધો કલાક પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ જવાની ફરિયાદો સામે આવી હતી. ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણએ શહેરમાં અનેક જગ્યાઓ પર ઝાડ પડ્યા હતા. જેમાં સરસપુર વિસ્તારમાં એક વ્યક્તિ પર ઝાડ પડતાં મોત નિપજ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular