નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા ગત રવિવારે નવરંગપુરા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં બેસીને દારૂની મહેફિલ માણતા એક ASI અને ત્રણ TRB જવાનો ઝડપાયા હતા, જેમાંથી બે TRB જવાનોની પોલીસે તે સમયે જ ધરપકડ કરી હતી જ્યારે એક ASI અને એક TRB જવાન ફરાર હતા તેમની આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સંકળાયેલા ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને TRB જવાનોને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.
ગત 12 જૂનની સાંજે નવરંગપૂરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં બેસીને એક ASI અને ત્રણ TRB જવાન દારૂની મહફિલ માણી રહ્યા હતા તે સમયે આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને તેમની મહેફિલ લોકો સામે ખુલ્લી પડી હતી, ત્યાર બાદ બે TRB જવાનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક ASI અને એક TRB જવાન ફરાર હતા તેમની આજે નવરંગપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ASI અને ટીઆરબી જવાન પોલીસ પકડી ન શકે તે માટે પોતાના મોબાઈલ ફોન પણ અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હતા.
પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તેમનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ASI છેલ્લા 30 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે અને છેલ્લા એક વર્ષથી પકડાયેલા ચારેય આરોપીઓ બી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. રાજ્યમાં જ્યારે દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસ જ જો કાયદાનું પાલન નહીં કરે તો સામાન્ય લોકો તો શું કાયદાનું પાલન કરશે? તે અગત્યનો પ્રશ્ન છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











