Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદીઓ સમયસર વેરો ભરી દેજો, AMCએ વેરો ઉઘરાવવા આવી કાર્યવાહી શરૂ કરી

અમદાવાદીઓ સમયસર વેરો ભરી દેજો, AMCએ વેરો ઉઘરાવવા આવી કાર્યવાહી શરૂ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) ટેક્સની ઉઘરાણીને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. મહાનગર પાલિકાના ટેક્સ વિભાગ (Tax Department of Municipal Corporation) દ્વારા બાકી રહેતા ટેક્સ કરદાતાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વેરો બાકી હોય તેવી 25થી વધુ મિલકતોના પાણી અને ડ્રેનેજના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી મેગા ડ્રાઈવ કરી બાકી કરદાતાઓ સામે કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિફોલ્ટર માટે 100 ટકા વ્યાજ માફી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. તેમ છતાં અનેક એકમો દ્વારા મિલતક વેરો ભરતા નથી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસના આદેશ બાદ મિલકત વેરો ન ભરનારા કરદાતાઓના એકમ સીલ કરવા અને તેમના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપી નાખવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે મીઠાખળી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા ભોજનાલય ખાતે ટેક્સ વિભાગની ટીમ પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવા પહોંચી હતી પરંતુ ભોજનાલય પાસે મ્યુનિ.નું પાણી કે ડ્રેનેજનુ કનેકશન ન હોવાથી કાર્યવાહી શકય બની ન હતી. જ્યારે નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં પાણીનું કનેકશન કાપવા ટેક્સ વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ આ કોમ્પલેકસમાં બોર હોવાથી મ્યુનિ.નું પાણીનું કનેકશન નહોતુ જેથી આ સ્થળે પણ ટીમ કનેકશન કાપી શકી નહોતી.

- Advertisement -
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો !AMCએ સપાટો બોલાવી 10 બોગસ તબીબ ઝડપ્યાં

મોટી રકમના મિલકતવેરાની ભરપાઈ ન કરતા હોય તેવા તમામ કરદાતાઓના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપીને પણ બાકી રહેલા મિલકતવેરાની વસૂલાત કરવા અધિકારીઓને કડક આદેશ કરતા બુધવાર સાંજ સુધીમાં અમદાવાદ શહેરના તમામ ઝોનમાં 25થી વધુ મિલકતઓના પાણી અને ડ્રેનેજના કનેક્શન જોડાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. મિલકતવેરાની વસૂલાત માટે બુધવારે મધ્યઝોનમાં ૧૭૫, ઉત્તરઝોનમાં ૧૫૨, દક્ષિણ ઝોનમાં ૧૭૯, પૂર્વઝોનમાં ૨૦૩ તથા પશ્ચિમ ઝોનમાં ૧૪૨ મિલકત સીલ કરવામા આવી હતી. વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ ૧૪ ફેબુ્આરીથી ૨૨ ફેબુ્આરી સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રુપિયા ૬૮.૨૧ કરોડની આવક થવા પામી છે.

કઈ-કઈ મિલકતના પાણી-ડ્રેનેજના જોડાણ કાપવામા આવ્યા

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular