નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad) જાણે બોગસ તબિબોનો રાફડો ફાટ્યો હોય તેમ એખ જ વિસ્તારમાંથી 10 બોગસ તબિબો(Bogus Doctors) ઝડપાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની(AMC) કાર્યવાહી દરમિયાન શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો ઝડપાયા છે. જેમાં કેટલાક બી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા ડોકટરો એલોપથી સારવાર કરતા હતા અને કેટલાક પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલનું સર્ટિફિકેટ નહીં ધરાવતા ઝડપાયા છે. વળી કેટલાક તો કોઈ પણ જાતની ડિગ્રી વગર પણ લોકોની સારવાર માટે ક્લિનીક ખોલીને બેઠેલા ઝડપાયા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લાંભા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લાંભા વિસ્તારમાંથી 10 બોગસ તબિબો ઝડપાયા હતા. આ ડોકટરો એલોપથીની સારવાર કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય આરોગ્ય વિભાગે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન રાજીવનગરની જનકલ્યાણ હોસ્પિટલના ડૉ. પ્રિયંકા જોધાણી, એકતાનગર સોમીન ક્લિનિકના ડૉ. ગિરજેશ શાહ, જાવેદનગરમાંથી નિસાર ઘાંચી, ભારતનગરમાં શ્રી ગુરૂ કૃપા ક્લિનિકના ડૉ. એમ.પી. જાદવ, લક્ષ્મીનગરમાં શિવાય ક્લિનિકના ડૉ. શ્વેતા યાદવ, ભારતનગરમાં રાજ ક્લિનિકના શકુંતલાબેન શ્રીવાસ, રંગોલીનગરમાં શ્રી ગુરૂ કૃપા ક્લિનિકના ડૉ. સુપ્રિત પટેલ, આયુષ્ય ક્લિનિકના ડૉ. હેમંત યાદવ, હાઈફાઈ ચાર રસ્તા પાસે આયુષ્યમાન ક્લિનિકના ડૉ. પ્રદિપ નિગમ અને વૈશાલીનગરમાં રાજ ક્લિનિકના રધુરાજ પાલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ બાબતે અમદાવાદ દક્ષિણ વિભાગના નાયબ મહાનગરપાલિકા કમિશનર દિપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લાંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ અને પરપ્રાતિય લોકો રહે છે. ત્યાં બોગસ ડોકટરો ક્લિનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની માહિતી મળી હતી. માટે મહાનગરપાલિકાએ રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ અને હાઈફાઈ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન 10 બોગસ ડોકટર્સ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796