નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી મેટ્રો ટ્રેનના (Ahmedabad Metro Train) સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને વધુ સવલત મળી રહે એટલા માટે ગુજરાત મેટ્રો રેલ દ્વારા આગામી 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનના સમય મર્યાદા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલી રહી છે. જે હવે બદલીને સવારના 7 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ગત 30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થલતેજથી વસ્ત્રાલ ફેઝ 1 મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. મેટ્રો ટ્રેનને શરૂ થતાં સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં લોકોની માગને જોતા પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં દર 18 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં દર 25 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવામાં આવી રહી છે. પીક અવરમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં તે સમયગાળા દરમિયાન દર 15 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવાની તૈયારી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
મેટ્રો ટ્રેનના સમયગાળામાં ફેરફાર કરતા નોકિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. હાલ આ નિર્ણયને હંગામી ધોરણે એક મહિના માટે જ લાગુ કરવામાં આવ્યો છે. જો મુસાફરોની સંખ્યા વધુ રહેશે, તો આ નિર્ણયને કાયમી કરવા પણ વિચારણા કરી શકે છે. મેટ્રો ટ્રેનના સમયગાળાનો ફેરફાર આગામી 30 જાન્યુઆરીથી અમલી થશે.
Tag : Ahmedabad metro train timings change
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








