Thursday, June 4, 2026
HomeGujaratગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ વિપક્ષના નેતાને લઈને છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પક્ષમાં આંતરીક વિવાદ જોવા મળ્યો હતો. જેના કારણે નવી વિધાનસભા રચાઈ ગયા બાદ પણ અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા નેતાની પસંદગી કરવામાં આવી ન્હોતી. ત્યારે આજે કોંગ્રસ હાઈકમાન્ડ દ્વારા વિધાનસભાના વિપક્ષના નેતા અને ઉપનેતાના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 સીટમાં જ સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસ પક્ષ એવી પરિસ્થિતિમાં મુકાઈ કે હવે ગુજરાત વિધાનસભામાં વિપક્ષમાં પણ બેસવા લાયક ન રહી, કારણ કે વિધાનસભામાં વિપક્ષમાં બેસવા માટે 19 સીટ હોવી જોઈએ. ત્યારે આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા (Amit Chavda) અને ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારની (Shailesh Parmar) નીમણુક કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યુ કે, વિધાનસભામાં માન્યતા મળશે કે નહીં.

- Advertisement -
Amit Chavda and Shailesh Parmar Congress Leader
Amit Chavda Leader of Opposition and Shailesh Parmar Congress Leader

વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અનંત પટેલ, જીગ્નેશ મેવાણી સહિતના યુવાનેતાઓની પસંગી થવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સિનિયર નેતાને વિપક્ષના નેતાનું પદ મળતા અટકળોનો અંત લાવ્યો છે. બીજીબાજુ વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને હાઈકમાન્ડ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી નીતિન રાઉત સહિતની બે સભ્યોની કમિટી અમદાવાદ આવી પહોંચી છે. આ કમિટી ચૂંટાયેલા અને હારેલા ઉમેદવારો સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. જેમાં ઉમેદવારોની ક્યા કારણોસર હાર થઈ છે તે જાણવા માટેના પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ ભવન ખાતે વહેલી સવારથી જ ઉમેદવાર સાથે વન ટુ વન બેઠક ચાલી રહી છે. જેમાં હારેલા ઉમેદવારો દ્વારા હારનો ટોપલો ઈવીએમ અને નબળા સંગઠન પર ઢોળવામાં આવી રહ્યો છે. કમિટી દ્વારા આ રિપોર્ટને હાઈકમાન્ડમાં મોકલી આપવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસમાં પક્ષ વિરોધી કામ કરાનારા નેતાઓ સામે હાઈકમાન્ડ દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે નહીં.

Tag: Amit Chavda Leader of Opposition and Shailesh Parmar Congress Leader

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular