Friday, May 17, 2024
HomeGujaratAhmedabadજગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતના ભાવે મુસ્લિમ બિલ્ડરને વેચી દેવાઈ? અતુલ દવેનું...

જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતના ભાવે મુસ્લિમ બિલ્ડરને વેચી દેવાઈ? અતુલ દવેનું જમીન પરત મેળવવા આંદોલનનું એલાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પોતાની માલીકીની જમીન જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા વેચવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તે અંગે તે સ્વતંત્ર છે. પણ જ્યારે મંદિરની જમીન વહીવટીકર્તાઓ દ્વારા કમિટી સમક્ષ ઠરાવ પસાર કર્યા વિના કરોડોની જમીન મફતના ભાવે ભાડા કરારના નામે વેચી દેવામાં આવે ત્યારે વહીવટીકર્તાઓની નિયત સામે સવાલ ઊભો થાય છે. આ જ રીતે અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની (Jagannath temple) જમીન એક મુસ્લિમ બિલ્ડરને ભાડા કરાર નામે વેચાઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં આવેલા સુપ્રસિધ્ધ જગન્નાથની જમીન વહીવટીકર્તાઓ દ્વારા મુસ્લિમ બિલ્ડરને વેચી દીધી હોવાના ગંભીર આક્ષેપ સામાજીક કાર્યકર અતુલ દવે દ્વારા કરવામાં આવ્યા હતા. AMA ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં અતુલ દવેએ વહીવટીકર્તાઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જગન્નાથ મંદિરની 24,111 ચોરસ મીટર જમીન યાસીન ઘાંચી નામના મુસ્લિમને કાયમી ભાડા પેટે આપી દેવામાં આવી છે. આ બાબતે ચેરીટી કમિશ્નરની પરમીશન લીધી ન હોવાથી કમિશ્નર દ્વારા તા-07-01-2020ના રોજ આ ભાડા કરાર રદ કરવામાં આવ્યો છે. તેમાં છતાં કોઈ અગમ્ય કારણસર કાયમી ભાડા પેટે મુસ્લિમ વ્યક્તિને આપેલી જમીન વહીવટીકર્તાઓ દ્વારા પરત લેવામાં આવે નથી.

- Advertisement -

વધુમાં અતુલ દવેએ જણાવ્યું હતું કે, આ જગ્યાની કિંમત કરોડોમાં હોવા છતાં સાવ મફતના ભાવે વેચી દેવામાં આવી છે. આ જમીન માત્ર 2685 પ્રતિવારની કિંમતે વેચી દેવામાં આવી છે. જેની હાલની કિંમત 28,000 પ્રતિવારથી વધુ છે. તેમજ મંદિરની જમીન ચૂપચાપ મુસ્લિમ વ્યક્તિને પધરાવી દેવામાં આવતા હિન્દુઓની લાગણી પણ દુભાઈ છે. અતુલ દવેએ તે પણ જણાવ્યું છે કે, 35 મહિનાનો ભાડા કરાર કરવાની કોઈ જોગવાઈ ઉપલબ્ધ નથી તથા ભાડા કરાર ઓટો રિન્યૂ થાય તે પણ વિચિત્ર વાત છે. સરકાર પર પણ આક્ષેપ કરતાં કહ્યું કે, હિન્દૂ વાદી કહેતી સરકાર આવો સોદ રદ્ કરવા તૈયાર નથી.

આ સાથે જ અતુલ દવેને પૂછવામાં આવેલા પ્રશ્ન, તમે આ બાબતે કોર્ટના દ્વાર ખખડાવશો ત્યારે પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોર્ટમાં જવા માગતા નથી પણ આંદોલન થકી અમે જમીન પરત મેળવવાનો પ્રયાસ કરીશું. તેમજ મંદિરના વહીવટીકર્તાઓને પણ 11 સવાલોના જવાબ આપવા કહ્યું હતું. આમ જગન્નાથ મંદિરની જમીનને લઈ આગામી સમયમાં નવી જૂની એંધાણ વર્તાઈ રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular