નવજીવન ન્યૂઝ. ગાંધીધામ: જો તમે ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છો અને કાર ભાડે આપવાનો ધંધો કરો છો તો ચેતી જજો. કારણ કે ટ્રાવેલિંગના ધંધા સાથે જોડાયેલા લોકો માટે ચેતવા જેવી જ એક ઘટના સામે આવી છે. ગાંધીધામમાં (Gandhidham) એક આરોપીએ ભાડા કરારથી લીધેલી 11 કારમાંથી 4 કાર બારોબાર વેચી દેવાની સાથે 78 લાખની ઠગાઈ (Fraud) કરવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીધામ શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા જયદીપસિંહ પુવાર ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ ભાડા કરાર પર કાર ભાડે આપવાનો ધંધો કરે છે. આજથી ત્રણ માસ અગાઉ ઇનામૂલ સિંધી નામના વ્યક્તિએ જયદીપસિંહ પુવારનો કાર ભાડે લેવા બાબતે સંપર્ક કર્યો હતો. જયદીપસિંહે ઈનામૂલ સિંધીને 11 કાર ભાડે આપી હતી. મહિનાઓ વીતી જવા છતાં ઈનામૂલે જયદીપસિંહને ભાડૂ ચૂકવ્યું ન હતું. જેથી જયદીપસિંહ ઇનામૂલને રૂબરૂ મળવા તેના ઘરે ગયા હતા. રૂબરૂ મળતા ઈનમૂલે ભાડે લીધેલી 11 કારમાંથી 7 કાર પાછી આપી દીધી હતી તથા મહિન્દ્રા થાર, વર્ના, અર્ટિગા અને હોન્ડા સીટી એમ 4 કાર પોતાની પાસે રાખી છે તેમજ સમયસર ભાડું ચૂકવી દેવાની ખાતરી આપી હતી.
ઘણા સમય સુધી 4 કારનું ભાડું પણ ઈનામૂલ દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું. જયદીપસિંહને કોઈ રીતે જાણવા મળ્યું કે, ઈનામૂલે પોતાની મોંઘી 4 કાર બારોબાર વેચી મારી છે. જાણ થતાં જ જયદીપસિંહે ઈનામૂલ સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની મુજબની ફરિયાદ નોંધાવી છે. ઈનામૂલે 55 લાખની 4 કાર તથા ભાડા પેટે 23 લાખ એમ કુલ મળી 78 લાખની છેતરપીંડી કર્યાની વાત સામે આવતા ટ્રાવેલ્સના ધંધા સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796