નવજીવન ન્યૂઝ અમદાવાદ: કોલેજમાં વિદ્યાર્થીઓની ટ્રેનીંગ તથા કિસ્સાઓ ઘણા આપણે સાંભળ્યા અને જોયા હશે પરંતુ હવે સ્કુલમાં પણ રેટિંગ થવા લાગી છે આવું જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા એક સિનિયર એટલે કે ધોરણ 12ના વિદ્યાર્થીએ જુનિયર એટલે કે ધોરણ 9ના વિદ્યાર્થીની રેગિંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે વાલીઓએ સ્કુલમાં કમ્પ્લેન કરવા છતાં કોઇ પગલાં ન લેવાયા જેના કારણે તેઓ પોલીસના શરણે પહોંચ્યા છે.
અહીં વાલીઓ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર 20 એપ્રિલે જ્યારે શાળાના શિક્ષકો ફેરવેલના કાર્યક્રમમાં હતા ત્યારે ધોરણ ૧૨માં ભણતા વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક-મસ્તી કરી હતી. તેઓ આવતા જતા દરેક વિદ્યાર્થીઓને પરેશાન કરતા હતા, દરમિયાન ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થીને ધોરણ 12 ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચી બાથરૂમમાં લઈ ગયા અને એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું જે તેને જબરદસ્તી પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો અને આ અંગેની જાણ કોઈને કરે નહીં તે બાબતની ધમકી પણ આપી હતી.
જોકે ધોરણ નવના તે વિદ્યાર્થીએ આ અંગે માત્ર સ્કૂલ ને જાણ કરી હતી પણ બીકના કારણે ઘરે જાણકારી નહોતી પરંતુ વિદ્યાર્થીના પરિવારને આ અંગે બહારથી જાણકારી મળતા તેમણે પોતાના સંતાનને આ અંગે પુચ્છા કરી તો આખો મામલો તેમને જાણવા મળ્યું જે પછી વાલીઓ રજૂઆત કરવા ગયા પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને કારણે તેમણે પોલીસમાં અરજી કરી અને બાદમાં કુલે લેખિતમાં આપી મળવાનું નક્કી કર્યું જ્યારે વાલીઓ સ્કૂલમાં ગયા ત્યારે પણ આ વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. હવે વાલીઓ આ મામલે ફોજદારી ગુનો દાખલ કરવાના પ્રયત્નોમાં છે. જોકે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ જીમી જેમ્સનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી અને અમારી પાસે એવી કોઈ ફરિયાદ આવી નથી.








