Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: જવેલર્સના કર્મચારી પાન પાર્લર પર ગયા અને લાખોનો ચૂનો લાગ્યો

અમદાવાદ: જવેલર્સના કર્મચારી પાન પાર્લર પર ગયા અને લાખોનો ચૂનો લાગ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વેપારીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જવેલર્સને ત્યાં કામ કરતો કર્મચારી રોકડ રકમ અને દાગીના એક્ટિવાના ડેકીમાં લઈને નીકળ્યો હતો. કર્મચારી પાન પાર્લર પર ઊભો હતો ત્યારે ભેજાબાજ ગઠિયાઓ હાથ સાફ કરી છૂમંતર થઈ ગયા. CCTVમાં સમગ્ર ઘટના કેદ થતાં ચોરીની જાણ થઈ.



મળતી માહિતી અનુસાર, રમેશભાઈ પટેલ મહાદેવનગર વિસ્તારમાં સુવર્ણ રાજ નામની સોનાની દુકાન છે. 9 માર્ચે ખોખરા વિસ્તારમાં જવેલર્સ ધરાવતા તેમના ભાગીદારનાં પિતરાઈ ભાઈ હિમાંશુભાઈનો ફોન આવ્યો હતો. એક ગ્રાહક માટે સોનાનાં જડતરનાં દાગીના તેમજ રૂપિયા 3 લાખ રોકડાની તેમને જરૂર છે તેથી મોકલવાકહ્યું હતું. જે લેવા માટે રમેશની દુકાન પર હિમાંશુભાઈનો કર્મચારી ભાગ્ય શાહ અને નીશ શાહ આવ્યાં હતા.

બંને કર્મચારીએ દાગીના અને રોકડ એકટીવાની ડેકીમાં મૂકીને મહાદેવ નગરના ટેકરા પાસે આવેલા પાન પાર્લરમાં ગયા હતા. તે દરમિયાન ફોન આવ્યો હતો કે ગ્રાહકને આજે દાગીના જોઈતા નથી જેથી દાગીના પરત આપીને રૂપિયા 3 લાખ રોકડા લઈને આવે. બંને કર્મચારી રમેશની દુકાને પરત ગયા હતા. તે સમયે ડેકી ખોલતા સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતા.



સમગ્ર બાબતે ફરિયાદ કરીને પાન પાર્લરની આસપાસના CCTV ચેક કરતાં બે ગઠિયાઓ એકટીવાની ડેકી ખોલીને દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થતાં જોવા મળ્યા હતા. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular