Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદનાં સિંધુભવન રોડ પર હીટ એન્ડ રનમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, પોલીસે...

અમદાવાદનાં સિંધુભવન રોડ પર હીટ એન્ડ રનમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, પોલીસે કરી આરોપીની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આજના સમયે કાર ચાલકો બેફામ બન્યા છે અને નબીરાઓ મોંઘી મોંઘી ગાડીઓ લઈને રસ્તા પર શો ઓફ કરતાં હોય છે. તેમાં પણ અમદાવાદનાં સિંધુભવન રોડ પર આવા નબીરાઓ કાર અને બાઇક લઈને સ્ટંટ કરતાં હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદનાં સિંધુભવન રોડ પર એક હીટ એન્ડ રનની (Hit and Run) ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલ અમદાવાદ ટ્રાફિક પોલીસ એમ ડિવિઝન (Ahmedabad Police) દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદનાં સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલથી ભડજ સર્કલ તરફ જવાના રસ્તા પર જયેશ સોલંકી નામનો વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો હતો, તે દરમિયાન એક કાર ચાલક ઝડપી કાર ચલાવીને પસાર થઈ રહ્યો હતો અને તેને જનેશના બાઇકને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે જયેશને માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ગૌરીશંકર પરમારને પણ ઇજાઓ પહોંચી હોવાના કારણે પોલીસે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જઈને આરોપીની સારવાર કરવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર કબ્જે લીધી છે અને આગળની કાર્યવાહઇ શરૂ કરી છે.

Tag: Ahmedabad Hit and Run Case Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular