નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ ખાનગી ઓફિસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિલ્હીની ખાનગી ઓફિસોના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ તરીકે કામ કરશે.
DDMA(દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)એ ખાનગી ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમનો આજે આદેશ આપ્યો છે. જો કે, જે ઓફિસોને આ આદેશમાં છૂટછાટ આપવામાં આવી છે તેમણે ઓફિસ ચાલુ રાખી શકશે. ખાનગી બેન્ક, આવશ્યક સેવાઓ આપતી કંપનીઓના કાર્યાલય, ફાર્મા કંપનીની ઓફિસ, નોન-બેંકિંગ નાણાંકિય નિગમો, માઇક્રોફાઇનાન્સ સંસ્થા અને વકીલોની ઓફિસ ચાલુ રાખી શકશે. હાલમાં દિલ્લીમાં ખાનગી ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે ચાલી રહી હતી.
DDMAએ વધુ કડક નિયંત્રણો પણ લગાવ્યા છે. આ આદેશ હેઠળ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાંથી હોમ ડિલિવરી અને ટેકઅવેની સુવિધા ચાલુ રહેશે. હવેથી લોકો રેસ્ટોરન્ટમાં બેસીને ખાઈ શકશે નહીં. જો કે અગાઉ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન નહીં કરવામાં માટે જણાવ્યુ હતું.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.