Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના રસ્તા પર પથરાઈ રૂની ચાદર, ગટરોમાં કેમિકલવાળું પાણી ઠાલવતું હોવાની આશંકા

અમદાવાદના રસ્તા પર પથરાઈ રૂની ચાદર, ગટરોમાં કેમિકલવાળું પાણી ઠાલવતું હોવાની આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અનેક જગ્યાઓએ પાણી ભરાઈ જવાની ઘટનાનો સામે આવી રહી છે. ગતરોજ રાત્રિના સમયે ઓઢવ રિંગરોડ પાસે એકાએક રસ્તા પર ફીણ નીકળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને ફીણ જોવા લોકો એકત્રિત થઈ ગયા હતા. અંદાજિત અડધો કલાક સુધી રસ્તા પર આવેલી ગટરમાથી ફીણ નીકળતું રહ્યું અને જાણે રૂની ચાદર હોય તેમ રસ્તા પર પથરાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને AMCની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ આ કેમિકલનું સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

પ્રાથમિક જાણકારી મુજબ, ગઇકાલે રાત્રિના સમયે 10 વાગ્યે આસપાસ ઓઢવ રિંગરોડ પર આવેલા હનુમાન મંદિરની નજીક આવેલી એક ગટરમાંથી ફુવારાની જેમ ફીણ ઊડી રહ્યું હતું અને રૂની ચાદરની જેમ રસ્તા પર પથરાઈ ગયું હતું. AMC દ્વારા હાલ આ ફીણ નીકળવાની ઘટના અંગે તપસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે કોઈ કેમિકલ કંપની દ્વારા ગટર લાઇનમાં કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવ્યું હોય. જેના કારણે આ પાણી ફીણ સ્વરૂપે બહાર આવ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં કેમિકલ વાળું પાનની તવતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે આ અંગે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા પણ AMCને અનેક વાર તકકોર કરવામાં આવી છે, તેમ છતાં આ ઔદ્યોગિક એકમો રોકવવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે હવે જો આમદવાદની ગટરોમાં પણ આ ઔદ્યોગિક એકમો કેમિકલવાળું પાણી ઠાલવતાં હોય તો આ ચિંતાનો વિષય છે અને AMCએ તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular