Wednesday, April 29, 2026
HomeGeneralઅમદાવાદઃ FB પોસ્ટે લીધો ધંધૂકાના કિશન ભરવાડનો જીવ, મને પોસ્ટ ન ગમી......

અમદાવાદઃ FB પોસ્ટે લીધો ધંધૂકાના કિશન ભરવાડનો જીવ, મને પોસ્ટ ન ગમી… શબ્બીરે ગોળી મારી કરી હત્યા, મૃતકના નામે માર્ગ અને સ્ટેચ્યૂ મુકવા માગ

- Advertisement -

નવજીવન.અમદાવાદઃ અમદાવાદના ધંધૂકામાં એક ચકચારી હત્યા કેસમાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કિશન ભરવાડ નામના જે યુવકની હત્યા થઈ તેના પરિજનોની ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી અને ઝડપી કાર્યવાહી સાથે આરોપીઓને પકડી ન્યાય થશે તેમ કહ્યું હતું. હત્યા કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે મીડિયાને સંબોધતા કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મોલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પર પોસ્ટ કરી છે તે મને નથી ગમી તેને સબક શિખવાડવો પડશે મને હથિયાર આપો. જેને કારણે મૌલવીએ હથિયાર આપ્યું હતું.




ગત 6 જાન્યુઆરીએ કિશન ભરવાડે ધાર્મીક લાગણી દુઃભાય તેવી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર પોસ્ટ મુકી હતી. જે સંદર્ભમાં 9 જાન્યુઆરીએ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને કાર્યવાહી પણ, 25મી જાન્યુઆરીએ ધંધૂકાના કિશન ભરવાડ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. પહેલા એક ગોળી મીસ થઈ પરંતુ બીજી ગોળીએ કિશનનો જીવ લઈ લીધો હતો. બંને આરોપીઓની હત્યા અને હત્યાના પ્રયાસ મામને ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં શબ્બીર નામના આરોપીએ ગોળી ચલાવી જ્યારે ઈમ્તિયાઝ નામનો શખ્સ બાઈક ચલાવતો હતો. કિશનની હત્યાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા હતા જને કારણે બોટાદ, રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારીઓએ અહીં સ્વૈચ્છીક બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -

શબ્બીર પણ કટ્ટરવાદી વિચારો ધરાવનારો શખ્સ છે અને તે મૌલવીના સંર્કમાં હોવાની શક્યતાઓ છે. મુંબઈમાં તે મૌલવીને મળ્યો હતો જેણે અમદાવાદના જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું. તેઓ શાહઆલમ વિસ્તારમાં એકબીજાને મળ્યા હતા જે મુલાકાતમાં એક દિલ્હીના મૌલવી પણ હાજર હોવાની વિગતો સામે આવી છે. હત્યાના 5થી 6 દિવસ પહેલા જ શબ્બીર અમદાવાદ આવ્યો હતો અને તેણે આ પોસ્ટ અંગે વાત કરી હતી. પોલીસની પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓ કટ્ટરવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ હોય તેવી સ્થિતિ સામે આવી હતી. પોલીસે રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી થાય અને વધુ તપાસ થાય તે દિશામાં પગલા માંડ્યા છે. બીજી તરફ કિશનના નામે ધંધૂકામાં એક માર્ગ બનાવવામાં આવે અને તેનું સ્ટેચ્યૂ મુકવામાં આવે તેવી માગ પણ હવે ઊભી થઈ રહી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular