Wednesday, April 29, 2026
HomeGeneralકેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા પરિવારને ભારત નહીં લવાય, કેનેડામાં જ થશે...

કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા પરિવારને ભારત નહીં લવાય, કેનેડામાં જ થશે અંતિમસંસ્કાર

- Advertisement -

નવજીવન. અમદાવાદ: થોડા સમય અગાઉ કેનેડા અને અમેરિકની બોર્ડર ઉપર ચાર લોકોના એક ભારતીય પરિવારનું હિમવર્ષા અને ઠંડીના કારણે મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહ મળી આવ્યા બાદ તેમની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આજે આ અંગે સ્પષ્ટતા કર્તા આજે ભારતીય હાઈ કમિશને જણાવ્યુ હતું કે કલોલના ડિંગૂચા ના જગદીશ પટેલ, તેમના પત્ની અને બે બાળકોનું કેનેડા બોર્ડર પર મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહ ભારત લાવવા કે કેનેડામાં જ તેમના અંતિમસંસ્કાર કરવા તે અને ચર્ચા કર્યા બાદ પરિવારે કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

મૃતકના પરિવારના એક સભ્યએ જણાવ્યુ હતું કે, “અમારા જ પરિવારના સભ્ય જગદીશ પટેલ, તેમની પત્ની અને બાળકો હોવાની વાત સામે આવી છે. એ બાદ અમે પરિવારમાં અનેક સભ્યો સાથે ચર્ચા કરી અને છેલ્લે મૃતદેહ ભારત નહીં લાવીને કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.”

- Advertisement -




ડિંગૂચા ગામના એક વ્યક્તિએ માહિતી આપી હતી કે, ” ઠંડીના કારણે મૃતદેહ સંપૂર્ણ થીજી ગયા છે. તેમજ એક મૃતદેહ ભારતમાં પરત લાવવા માટે 40 લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. આમ 4 મૃતદેહ ભારત લાવવા માટે અંદાજિત દોઢ કરોડ જેટલો ખર્ચ થઈ શકે છે. આ પરિવાર મધ્યમ વર્ગીય છે જેથી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે મૃતદેહ ભારત ન લાવવા અને કેનેડામાં જ તેમના અંતિમસંસ્કાર કરવા.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular