Thursday, April 23, 2026
HomeGeneralઅમદાવાદ: "આજ તેરા ખેલ ખત્મ કરદેગે, પિતાએ કહ્યું "લગા દે બેટા લગાદે"...

અમદાવાદ: “આજ તેરા ખેલ ખત્મ કરદેગે, પિતાએ કહ્યું “લગા દે બેટા લગાદે” રસ્તા પર સાઈડમાં ચાલવાનું કહેતા છરી વડે હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સર્વિસ રોડ પર વચ્ચે ચાલતા ત્રણ લોકોને સાઈડમાં ચાલવા માટેનું કહેતા કાર ચાલકને છરીના ઘા મારી દીધા હોવાની ઘટના પ્રકાશિતમાં આવી છે. CTM વિસ્તારમાં કાર ચાલક નીકળ્યો હતો તે દરમિયાન અજાણ્યા લોકો રસ્તાની વચ્ચે ચાલી રહ્યા હતા. જો કે તેમને સાઈડમાં ચાલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકી આપી હતી કે દુબારા યહાં દિખા તો જાન સે માર દેંગ.



પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી ફોર વ્હીલર ગાડી લઈને CTM વિસ્તારના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ત્રણ જણા ચાલતા ચાલતા જતાં હતા. જેથી ફરિયાદીએ અવાર નવાર હોર્ન માર્યા પરંતુ માતા-પિતા અને તેનો પુત્ર સાઈડમાં હટયા નહીં. જેથી ફરિયાદી કારને સાઈડમાં લઈને ત્રણે જણને સાઇડમાં ચાલવા માટેનું કહેતા બાપ-દીકરો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીને લાતો મારવા લાગ્યા હતા.

બંને વચ્ચે ઝગડો થતાં બાપ-દીકરાએ ફરિયાદીને “આજ તેરા ખેલ ખત્મ કરદેગે” કહી પુત્રએ પેન્ટમાંથી છરી કાઢી હતી. તે દરિયાન પિતાએ કહ્યું” લગા દે બેટા લગાદે.” ત્યાર બાદ પુત્રએ ફરિયાદીના છાતીના ભાગે અને હાથમાં બે-ત્રણ છરીના ઘા મારી દીધા હતા. ફરિયાદી ગંભીર રીતે ઘવાતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના વિશે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular