Tuesday, April 28, 2026
HomeGeneralઅમદાવાદ: પતિ-પત્નીના ઝઘડામાં સાળાનો ભોગ લેવાયો, બનેવીએ પાંચ વર્ષના સાળાનું અપહરણ કરી...

અમદાવાદ: પતિ-પત્નીના ઝઘડામાં સાળાનો ભોગ લેવાયો, બનેવીએ પાંચ વર્ષના સાળાનું અપહરણ કરી લાશ કેનાલમાં ફેંકી

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: પરિવારમાં બનતા સામાન્ય ઝઘડાનું ઘણી વાર કરૂણ અંજામ આવતું હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પતિ પત્નીના ઝઘડાની દાજ સાળા પર રાખીને બનેવીએ સાળાનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. લાશ કેનાલમાંથી મળતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બહેરામપૂરામાં સંતોષનગરમાં રહેતા બતુલબીબી મુખ્તારહુસેન શેખ તેમના પાંચ વર્ષના દીકરા રિયાન સાથે રહે છે. જો કે તેમની મોટી દીકરી ફતેમા લગ્ન સોહેલખાન પઠાણ અને બીજી દીકરી ઝારાના લગ્ન સોહિલ શેખ સાથે થયા છે. બતુલબીબીના પતિ છેલ્લા બાર માસથી બનારસ ખાતે રહે છે. ગત 24મીએ સાંજના સમયે રિયાન સંતોષનગર ચાર માળીયા બોલ્ક ન. 8 ખાતે ટ્યુશન ગયો હતો ત્યાર બાદ ઘરે પાછો ફર્યો ન હતો. જો કે ટ્યુશન ટીચર જોડે વાત કરતાં જાણવા મળ્યું હતું કે તે ટ્યુશન આવ્યો જ ન હતો.

- Advertisement -



મોડી રાત સુધી રિયાન મળી ન આવતા પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. રિયાનને શોધવા માટે અનેક જગ્યાએ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. ગત શુક્રવારે રિયાનની લાશ ચંગોદાર નજીક એક કેનાલ માંથી મળી આવી હતી. દાણીલીમડા પોલીસને લાશ અંગે જાણ કરાતા પોલીસ અને રિયાનનો પરિવારે કેનાલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રિયાનની હત્યા તેના બનેવી સોહિલ કરી છે. જેથી પોલીસે સોહિલની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. સોહિલ અને ઝારા વચ્ચે અવાર નવાર ઝધડા થતાં હોવાના કારણે તેના સાળાનું અપહરણ કરીને લાશ કેનાલમાં ફેકી દીધી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular