Tuesday, April 28, 2026
HomeGeneralકિશન ભરવાડ હત્યા કેસ: ATSની ટીમે દિલ્હીથી એક મૌલવીની અટકાયત કરી

કિશન ભરવાડ હત્યા કેસ: ATSની ટીમે દિલ્હીથી એક મૌલવીની અટકાયત કરી

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદમાં ધંધુકામાં ચકચારિત ફાયરિંગ વિથ મર્ડર કેસમાં એક બાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મૌલવીની અટકાયત દિલ્હીથી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં હત્યાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવ્યા છે.

કિશન ભરવાડ કેસના તાર અમદાવાદ, રાજકોટ, મોરબી અને દિલ્હી સુધી પહોંચ્યા છે. ગઈકાલે રાજકોટ SOG દ્વારા અમદાવાદના મૌલવીને હથિયાર આપનાર અજીમ સમાની ધરપકડ કરી હતી. જો કે આરોપીને SOGએ ATSને સોંપ્યો હતો. ગઇકાલે સાંજે મોરબીમાંથી અજીમના ભાઈ વસીમની બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

- Advertisement -



આજે કિશન ભરવાડ હત્યાના કેસમાં વધુ એક કડી ATSના હાથે આવી છે. દિલ્હીના કમર ગની નામના મૌલવીને ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે મૌલવીની પૂછપરછ બાદ અનેક રહસ્ય બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular