Wednesday, February 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ વોડકાના નામે નકલી દારૂ પોલીસકર્મીને વેચ્યો, જુઓ પછી કેવા થયા હાલ-...

અમદાવાદઃ વોડકાના નામે નકલી દારૂ પોલીસકર્મીને વેચ્યો, જુઓ પછી કેવા થયા હાલ- VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતું વાસ્તવિકા એવી છે કે ગુજરાતમાં ખાલી દારૂ વેચાતો જ નથી, હવે તો નકલી દારૂ પણ બની રહ્યો છે. અગાઉ પોલીસે જ નકલી દારૂની ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પોલીસને જ નકલી દારૂ (Fake Liquor) એક યુવાને વેચ્યો હોવાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા કથિત વીડિયોમાં એક યુવક જણાવી રહ્યો છે કે, “મેં એક પોલીસવાળાને દારૂ વેચીને 1000 રૂપિયા લીધા હતા, તો તેણે મારો મોબાઈલ જમાં લઈ લીધો હતો, આ નકલી દારૂ હોવાના કારણે મારો મોબાઈલ જમા લઈ લીધો હતો. પોલીસવાળાને હરિઓમ ફ્લેટ પાસેના ક્વાર્ટસે દારૂની બોટલ વેચી હતી. હું દારૂનો ધંધો નથી કરતો, પરંતું પૈસાની જરૂર હોવાના કારણે નકલી દારૂ બનાવીને વેચતો હતો.” જોકે બીજા એક વીડિયોમાં આ યુવક કહી રહ્યો છે કે, તેણે અને અજયે ભેગા મળીને ખટારાવાળાના 2400 રૂપિયા લૂંટ્યા હોવાની કબુલાત પણ કરી રહ્યો છે. આ યુવાનની સામે 4-5 લોકોનું ટોળું હોવાનું અનુમાન છે. જે ટોળા સામે આ યુવાન બધી કબુલાત કરી રહ્યો છે.

- Advertisement -

સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, વીડિયોમાં કબુલાત કરી રહેલો યુવાન રોનક ખંડેર છે. જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી છે. રોનકે વોડકા દારૂના નામે દેશી દારૂ બોટલમાં ભરીને એક પોલીસ કર્મીને વેચી હતી. જોકે નકલી દારૂની જાણ પોલીસ કર્મીને થઈ જતાં રોનકનો ફોન જમાં કરી લીધો હતો. રોનકે અન્ય બુટલેગરનું નામ આપીને આ મામલે છટકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ મામલાની જાણ બુટલેગરને થઈ જતાં રોનકને તેણે સબક સીખવાડ્યો હતો. જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

રોનક અને તેના મિત્રો બહેરામપુરા વિસ્તારમાં જાહેરમાં ખુલ્લેઆમ નશા કરતો હોય છે. સાથે જ આ વિસ્તારમાં ભાડુઆતી તરીકે રહેતા બંગાળી નાગરીકો રાત્રીના સમયે ઘરે આવતા હોય છે, ત્યારે તેમની સામે દાદાગીરી કરીને પૈસા અથવા મોબાઈલ પડાવી લેતો હોય છે. જોકે આ વિસ્તારમાં મોડી રાત્ર સુધી યુવાનોના ટોળા જાત-જાતના નશા કરતાં હોય છે. જેનાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રોડની એક તરફ કાગડાપીઠ અને બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. નશાખોરાના ત્રાસથી અનેક વખત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. પરંતું પોલીસ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. ઉપરાંત આ નશાખોરો છરી જેવા હથિયારો સાથે રાખતા હોવાના કારણે સ્થાનિક લોકો તેમની સામે કઈ બોલી નથી શકતા.

ગત શનિવારે રાત્રીના સમયે રોનક બહેરામપુરા વિસ્તારમાં ગ્રીનક્રોસ સોસાયટી નજીક પાણીપુરીની લારી પર પકોડી ખાવા માટે આવ્યો હતો. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા તેના મિત્ર મૌલિક સોલંકી અને ધ્રુવ ચૌહાણ તેની પાસે આવી પહોંચ્યા હતા. અગાઉની અદાવતને ધ્યાનમાં રાખીને બંને પૈકી એકે રોનકને પકડી રાખ્યો અને બીજાએ છરીના ઉપરાછાપરી ધા મારીને ફરાર થઈ ગયા હતા. રોનક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને એલ. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ હુમલો કરનારા મૌલિક અને ધ્રુવને આજે અમદાવાદ SOGએ ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular