Wednesday, May 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

અમદાવાદમાં જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. બે આરોપીએ યુવક પર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂના ઝઘડાની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસની પ્રથામિક તપાસ સામે આવ્યું છે. જેને લઈ કાગડાપીઠ પોલીસે (Kagdapith Police) આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિર પાસે રહેતા હિમાંશુ પરમારની તેના જ વિસ્તારમાં રહેતા ધર્મેશ ચુનારા અને હિંમાશુ ચુનારા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. જેમાં ગઈકાલ રાતના સમયે હિમાંશુ પરમાર અને ચુનારા બંધુઓ વચ્ચે જૂની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા ચુનારાબંધુઓ એકદમ ઉશ્કેરાયા હતા અને તેમની પાસે રહેલી છરી વડે હિંમાશુ પરમાર પર હુમલો કરી દીધો હતો. હિંમાંશુ પરમારને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં જમીન ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હિંમાશુ પરમારને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

ઘટનાને પગલે લોકોના ટોળાટોળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આરોપીઓએ મૃતક યુવકને જાતિ વિષયક શબ્દો બોલી હડધૂત પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હત્યાના બનાવને લઈ કાગડાપીઠ પોલીસે ચુનારાબંધુઓ સામે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular