Saturday, October 12, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચેઇન સ્નેચિંગ કરતી ‘તુફાની ગેંગ’ના બે આરોપીને દબોચ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચેઇન સ્નેચિંગ કરતી ‘તુફાની ગેંગ’ના બે આરોપીને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) દિવસેને દિવસે ચેઇન સ્નેચિંગની (chain snatching) ઘટનાઓ વધી રહી છે, જેમાં મુખ્યત્વે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. અમદાવાદમાં લાંબા સમયથી ચેઈન સ્નેચિંગની ધટનાઓ બની રહી છે જેની અનેક ફરિયાદો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચર્સને શોધવા સક્રીય બની તપાસ હાથ ધરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને (Ahmedabad Crime Branch) માહિતી મળી હતી કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેતા ચોરો ચેઈન વેચવા માટે આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી ‘તુફાની ગેંગ’ના બે લોકોની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ACP ભરત પટેલે પ્રત્રકાર પરીષદ કરી જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સબ ઇન્સપેક્ટર જે. આર. ભરવાડ, હેડ કોન્સેટેબલ રોહીત સિંહ અને અમીતને માહીતી મળી હતી કે, શહેરના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેતા ચોરો ચેઈન વેચવા માટે આવી રહ્યા છે. જે આઘારે પોલીસે મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખને ઝડપ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ છે. જેને તેઓએ ‘તુફાની ગેંગ’ નામ આપ્યું છે. આ ચારેય આરોપી કોઈ કામ ધંધો કરતા નથી આથી જ્યારે તેમને રૂપિયાની જરૂર હોય ત્યારે એકબીજાને ફોન કરી “આજ કુછ તુફાની કરતે હૈ” એમ વાત કરી ભેગા થતા અને મોહમ્મદહયાનનું નંબર પ્લેટ વગરનું સ્પેલન્ડર બાઈક લઈ ચેઇન સ્નેચિંગ કરવા નીકળી જતા હતા.

- Advertisement -

ચેઇન સ્નેચિંગની ધટનાને અંજામ આપ્યા બાદ લૂંટ કરેલી ચેઈનને બાઇક પર ગોળ-ગોળ ફેરવતા ફેરવતા નિકળી જતા અને રીંગ રોડ પર કોઈ હોટલ કે ઢાબા પર જઇ થમ્સ અપ અને વેફરની પાર્ટી કરતા હતા. આ તુફાની ગેંગ વહેલી સવારે વોંકીગ કરતાં લોકોને તથા મોડી રાતના હરતાં ફરતાં લોકોને નિશાન બનાવતા હતા. તેઓએ મણીનગર, કાલુપુર અને કાગડાપીઠ વિસ્તારમાં ટુ વ્હીલર તથા ચાલતા જઈ રહેલા લોકોના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ કરી હતી. બાદમાં આ સોનાની ચેઇન વેચાણ કરવા માટે જતા હતા ત્યારે પોલીસે ઝડપી પાડ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular