નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Car Accident) થતાં ચાર લોકો એકસાથે મોતને ભેટ્યા છે. અકસ્માતનો ભોગ બનનાર ચાર લોકો કોઈની લૌકીક ક્રિયામાં જઈ રહ્યા હતા, ત્યારે કારમાં બેઠેલા ચાર લોકો માટે જીવનની અંતિમ લૌકીક ક્રિયા પુરવાઈ થઈ છે. એકસાથે ચાર લોકોએ અકસ્માતમાં (Accident) જીવ ગુમાવતાં પરિજનોમાં તથા આજુબાજુના લોકોમાં માતામનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીનો પરિવાર અમદાવાદ તરફ કોઈની લૌકીક ક્રિયામાં જઈ રહ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા તાલુકાનાં જૈનાબાદ અને રસૂલા વચ્ચે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. પોલીસના અનુમાન મુજબ, ટેન્કર પૂર ઝડપે આવી રહી હોય અને કારણે ટક્કર મારી હોય તેમ લાગી રહ્યું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટેન્કરે કારને અડફેટે લેતા કાર રસ્તાની બાજુમાં આવેલી ખાઈમાં ફગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 4 વ્યક્તિ કારની અંદર જ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોને કારના બારણાં તોડી પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા
પોલીસના જણાવ્યા મુજબ, મોરબીનો પરિવાર કોઈની લૌકીક ક્રિયા માટે જઈ રહ્યો હતો. કારમાં બેઠેલા ચારેય મૃતકોએ સફેદ કપડાં પહેરેલ હતા. એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેય મૃતકોને પાટડીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટમ અર્થે મોકલવામાં આવ્યા છે. મૃતકોમાં ઇન્દ્રજીતસિંહ જટુબા ઝાલા, મુકતરાજ કલુભા ઝાલા, સિદ્ધરાજસિંહ પાચુભા જાડેજા અને વિજય મોમજીના મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો છે. પોલીસે ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે તેમજ આજુબાજુના લોકોના નિવેદન પણ લેવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દશાડા પાટડી હાઈવે પર છેલ્લા એક વર્ષમાં 20 થી વધુ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને જીવ ગુમાવ્યો છે. ત્યારે દશાડા પાટડી હાઈવે પર સ્પીડ બ્રેકર લગાવવા લોકો તરફથી માગ ઉઠી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796