નવજીવન ન્યૂઝ. કડી: ગુજરાતનાં ઘણા લોકો ડોલર કમાવવાની લાલચમાં વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે USમાં રહેતા એક સાધુના સેવક બની મહેસાણા (Mehsana) જીલ્લાના વેપારીને ડોલરના સામે ભારતીય રકમ આપવાના નામે વેપારી પાસેથી લાખો રૂપિયાની લૂટ (Loot) કરવામાં આવી છે. ફરીયાદના આધારે અમદાવાદ (Ahmedabad) જિલ્લાની કણભા પોલીસે ડોલર બદલાવાનું કહી લૂંટ કરતા બે વ્યક્તિઓ અમિત તળપદા અને યોગેશ ઉદવાનીની ઘરપકડ કરી છે. જેમા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી તો એક નવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી સામે આવી હતી.
મળતી વિગતો અનુસાર, મહેસાણાના કડીના (Kadi) વેપારી ચાણક્ય પટેલને આરોપીઓએ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. તેઓએ USમાં રહેતા એક સાધુના સેવક તરીકે પોતાનું નામ જગદીશ જણાવ્યું હતું. તેઓને 10 હજાર અમેરિકન ડોલર બદલાવાના છે. જેના બદલામાં ભારતીય નાણાં આપવાના રહેશે. આ ડોલરનો વિડીયો પણ વેપારીને બતાવ્યો હતો. જેથી વિશ્વાસમાં આવેલા વેપારી ચાણક્ય પટેલ રૂપિયા 6.90 લાખની રોકડ લઈને ડોલર બદલવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધામતવણ ગામની સિમ નજીક પહોંચ્યા હતા, ત્યાં આરોપીએ વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કણભા પોલીસે અમિત તળપદા અને યોગેશ ઉદવાનીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી તો એક નવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી સામે આવી હતી. આરોપીઓ આવા પ્રકારના લોકોને પહેલા ટાર્ગેટ કરી તેમને ફોન કરીને ડોલર બદલવાનું કહેતા હતા, ત્યાર બાદ વિડીયો કોલ કરી સ્વામીનો વેશ ધારણ કરી વાત કરતા હતા અને બનાવટી અમેરિકન ડોલરનો વિડીયો બનાવી મોકલી આપતા, જેથી સામેના વ્યક્તિને વિશ્વાસ આવે. આ પ્રકારે પોતાની જાળમાં આરોપીઓ ફરિયાદીને વિશ્વાસમાં લઇને પોતાની નક્કી કરેલી જગ્યા પર બોલાવીને લૂંટ કરીને ફરાર થઇ જતા હતા.
વધુમાં કણભા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ખેડા જીલ્લાના રહેવાસી છે અને આ અગાઉ નાના મોટા ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે, ત્યારે પોલીસે હાલ આરોપી પાસેથી લૂંટેલા 6 લાખ રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ પ્રકારે અન્ય કોઈને પોતાનો શિકાર બનાવ્યા છે કે નહીં તે અંગે તપાસ હાથ ઘરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796