Monday, February 17, 2025
HomeGujaratAhmedabadમોજશોખ માટે 100 જેટલા વાહન ચોરનાર કરોડપતિ ચોરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

મોજશોખ માટે 100 જેટલા વાહન ચોરનાર કરોડપતિ ચોરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આમ તો ચોરી થવાની ઘટનાઓ સામાન્ય છે. રોજબરોજ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ માત્ર મોજશોખ કરવા માટે જ ચોરી કરે છે અને તે પણ ચોરી (Theft) કરેલ વસ્તુને કોઈને વેચતો નથી ત્યારે એ વાત વિચિત્ર લાગે છે. એવા જ એક આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ વાહનચોરી અને મિલકત સબંધી ગુનેગારીને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI ધર્મરાજ તથા પોલીસ કોન્સટેબલ અલ્પેશને સંયુક્ત બાતમી મળી હતી કે, દાણીલીમડામાં પીરાણા કચરાના ઢગલાની સામે, સોમનાથ મહાદેવ મંદિર તરફની ખુલ્લી જગ્યામાં એક આરોપી હિતેષ કૂટરમલ જૈને અનેક વાહનોની ચોરી કરી છે. બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે સોમનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જગ્યામાં સર્ચ કરતાં આરોપી હિતેશ જૈનની ધરપકડ કરી હતી.

- Advertisement -

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વાતો સામે આવી હતી. આરોપી હિતેશ મૂળ રાજસ્થાન ઝાલોરથી આવે છે અને અમદાવાદનાં શાહીબાગમાં રહે છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આરોપી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. આરોપીને બાઈક અને એક્ટિવા જેવા વાહનો ચોરી કરવાનો ભારે શોખ હોવાથી આરોપીએ અસંખ્ય વાહનોની ચોરી કરી છે. જો કે ખાસ વાત એ પણ છે કે, આરોપીએ ચોરી કરેલ એક પણ વાહન બીજા કોઈને વેચ્યું નથી.

આરોપી હિતેશ જૈન સામે 87 જેટલી ચોરીની ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આરોપી પાસેથી 30 જેટલા વાહનો કબજે કર્યા છે. જેની કુલ કિંમત 4 લાખ સિત્તેર હજાર જેટલી છે. જો કે આરોપીએ ચોરેલા તમામ વાહનોની ચોરીની કબૂલાત કરી છે અને એમ પણ કહ્યું કે કે, તેને ચોરી કરવાનો શોખ છે. ક્રાઇમ બ્રાંચે આરોપી હિતેશની ધરપકડ કરી આરોપી સાથે બીજા કોઈ આરોપીની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular