Monday, August 10, 2026
HomeGujaratAhmedabadપ્રસાદમાં નશાવાળા પેંડા ખવડાવી દાગીના ચોરી કરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

પ્રસાદમાં નશાવાળા પેંડા ખવડાવી દાગીના ચોરી કરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: મોજશોખ પુરા કરવા માટે કેટલી વખત લોકો ચોરીના રવાડે ચઢતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) માનવામાં ન આવે તેવી રીતે ચોરીને અંજામ આપતા ટોળકીના એક સાગ્રિતને દબોચી લીધો છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ મંદિરોમાં મંદિરના પ્રસાદના નામે નશાવાળા પેંડા ખવડાવીને ચોનાના દાગીના ચોરી (Jewellery Loot) કરતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારના એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા પ્રસાદીના નામે નશાવાળા પેંડા ખવડાવી ચોરી કરતા આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ જયંતિભાઈ પરમાર રહે. દાણીલીમડા ગામને અમરાઈવાડી પાજરાપોળ ચાર રસ્તા ઓઢવ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપીને તેની પુછપરછ કરતા જણાવા મળ્યું હતું કે, આરોપી વિશાલ મહારાષ્ટ્ર સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના સાગરીતો સાથે ફરવા માટે ગયો હતો.

- Advertisement -

આરોપી વિશાલને ત્યાં પૈસાની જરૂર હોવાથી તેના સાગરીતો સાથે મળીને સોનાના ઘરેણા પહેરેલા હોય તેવા રિક્ષા ચાલકોને નજીકના મંદિરમાં દર્શન કરવાના બહાને રિક્ષા ભાડે કરતો હતો. આરોપીઓ રિક્ષા ભાડે કરીને મંદિરે લઈ જતા હતા. ત્યારબાદ દર્શન કરીને પ્રસાદમાં એમ.જી. ગોળી મિલાવેલો પેંડો રિક્ષા ચાલકને પ્રસાદ તરીકે ખવડાવીને બેભાન કરી પહેરેલા ઘરેણા અને રોકડા રૂપિયાની ચોરી કરીને નાસી જતા હતા. આ બાબતે મહારાષ્ટ્રના દેવગડ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ થઈ હતી.

વિશાલ તેનો મિત્ર ઇમેશ પટેલ અને તેની પ્રેમીકા કનક પટેલ ત્રણેય લોકો ઈકો ગાડી લઈને વર્ષ 2022માં ઓગષ્ટ મહિનામાં મહારાષ્ટ્ર સિંધુદુર્ગ જિલ્લાના કુડાલ નજીક હોટલમાં રોકાયા હતા. ત્યારબાદના દિવસે મોબાઈલથઈ સર્ચ કરીને પિગુલીમઠ કુડાલ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિને નશાવાળો પેડો ખવડાવી સોનાની ચેઈન, સોનાની વીટી અને રોકડ રકમ પડાવી લીધીને અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના દેવગડ જીલ્લાના મોબાઈલથી મંદિર સર્ચ કરી નજીકના મંદિરે જઈને એક વ્યક્તિને પ્રસાદ તરીકે નશાવાળો પેંડો ખવડાવીને બેભાન કરીને દાગીના અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા. ચોરી કરેલા રૂપિયા ઉમેશે તેની પાસે રાખ્યા હતા. જ્યારે દાગીના વેચીને તેનો ભાગ પાડી રૂપિયા વહેંચી દીધા હતા. આ બાબતે દેવગડ અને કુ઼ડાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ બંને ગુનામાં ઉમેશ અગાઉ પકડાઈ ગયો હતો. ત્યારે આજે વિશાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. વિશાલ સામે અગાઉ અમદાવાદના વિવિધ 10 પોલીસ સ્ટેશન ગુના નોંધાયેલા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular