Friday, June 5, 2026
HomeNationalUPમાં વધુ એક એન્કાઉન્ટર, ગેંગસ્ટર અનિલ દુજાનાને STFએ કર્યો ઠાર

UPમાં વધુ એક એન્કાઉન્ટર, ગેંગસ્ટર અનિલ દુજાનાને STFએ કર્યો ઠાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તરપ્રદેશ: UP gangster Anil Dujana Encounter in Meerut: ઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટરના એકાઉન્ટરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. STF દ્વારા એક બાદ એક ગેંગસ્ટરોને એકાઉન્ટર કરી ઠાર કરવામાં આવી રહ્યા છે. થોડાક દિવસ અગાઉ UP STF એ ઉમેશપાલ હત્યાકાંડના મુખ્ય આરોપી અસદ અહેમદ અને શૂટર ગુલામને ઝાંસીમાં ઠાર કર્યા હતા. તે ઘટનાના પડઘા હજુ બરાબર શમ્યા નથી. ત્યારે UP STFએ આજે વધુ એક ગેંગસ્ટરનું એકાઉન્ટર કર્યું છે. આજરોજ STFએ અનિલ દુજાના નામના ગેંગસ્ટર ઠાર મારવામાં આવ્યો છે. આરોપી અનિલ દુજાના છેલ્લા 3 વર્ષથી આયોધ્યાની જેલમાં બંધ હતો અને જામીન પર છૂટી નાસતો ફરતો હતો.

મળતી વિગતો અનુસાર અનિલ દુજાના કુખ્યાત ગેંગસ્ટર તરીકેની છાપ ધરાવતો હતો. અનિલ પર 18 મર્ડર સહિત 62 જેટલા કેસ દાખલ છે. ઉત્તરપ્રદેશમાં અનિલ દુજાના ગેંગ બનાવી હત્યા, ખંડણી અને લૂંટ સહિતની ઘટનાઓને અંજામ આપતો હતો.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર અનિલ દુજાના પોતાના સાસરિયા મેરઠ તરફ જઈ રહ્યો હોવાની બાતમી STFને મળી હતી. જે બાતમીના અધારે STFએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન સફેદ સ્કોર્પિયો કાર પસાર થતા STFએ કાર અટકવાનો પ્રયાસ કરતા અનિલ દુજાનાએ અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં STFએ પણ ફાયરિંગ કરતા ગેંગસ્ટરને ગોળી વાગતા ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે ગાડીમાં તે એકલો જ સવાર હતો. પોલીસ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી હથિયાર મળી આવ્યા હતા.

અનિલ દુજાના પશ્રિમ બંગાળ, દિલ્હી , ઉત્તરપ્રદેશ સહિત જુદા-જુદા વિસ્તારોમાં તરખાટ મચાવતો હતો. તેના પર બુલંદશહર પોલીસ દ્વારા 25 હજાર અને નોઈડા પોલીસ દ્વારા રૂપિયા 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

જેલમાંથી બહાર આવતા અનિલ દુજાનાએ જયચંદ પ્રધાનના હત્યાકાંડમાં તેની પત્ની સંગીતા અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ જયચંદ પ્રધાનની પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સુરક્ષાની માગ કરી હતી. ત્યાર બાદ ગેંગસ્ટરને પકડવા પોલીસ સતત પ્રયાસો કરી રહી હતી. છેલ્લા 7 દિવસમાં 20થી વધુ ટીમો બનાવી ઉત્તરપ્રદેશ અનિલ દુજાનાની શોધખોળ કરી રહી હતી. ક્રાઈમ બ્રાંચ દાવો કર્યો છે કે, અનિલ દુજાના એક બિલ્ડરની હત્યાને અંજામ આપવા માટે ફરી રહ્યો હતો. ઉપરાંત જૂના કેસમાં ગેંગસ્ટર અનિલ દુજાના હાજર ન થતા કોર્ટ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યુ હતું.

- Advertisement -

અનિલ દુજાના પર હત્યા, લૂંટ, ખંડણી સહિતના કેસો દાખલ હતા. વર્ષ 2019માં દિલ્હીમાં તેણે એક ઉધોગપતિ પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી માગી હતી. તેમજ જુદા-જુદા કેસ હેઠળ તે 9 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો હતો. એવામાં વર્ષ 2021 કોર્ટ તેને જામીન આપ્યા હતા ત્યાર બાદથી તે ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે 2 વર્ષ બાદ યુ.પી. પોલીસે મેરઠમાં એકાઉન્ટર કરી અનિલ દુજાનાનને ઠાર કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular