Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ચંદન ચોર વિરપ્પન ગેંગ સાથે મળીને પ્રાણીઓના અંગોની તસ્કરી કરતો આરોપી...

અમદાવાદમાં ચંદન ચોર વિરપ્પન ગેંગ સાથે મળીને પ્રાણીઓના અંગોની તસ્કરી કરતો આરોપી ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આપણાં દેશમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવો અને વન્ય પ્રાણીઓના અંગોનું વેચાણ કરવું તે કદની ભાષામાં અપરાધ છે. આવું કામ કરતાં લોકો સામે વન વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે વન્ય પ્રાણીઓના આંગનો (animal organs smuggling) વેપાર કરતો હતો અને ભારત સિવાય અનન્ય દેશોમાં આ અંગો વેચતો હતો. આ આરોપી વિરપ્પન ગેગનો સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરીને તમિલનાડુ વન વિભાગને (Tamilnadu Forest) સોંપી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદના બોડકદેવ રહેતો વ્યકિત પ્રાણીઓના અંગો આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ કરતા હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે બોડકદેવના કસ્તુરી કોમલેપક્ષ પર રેડ કરી આ વેપારમાં સંકળાયેલા આરોપી ચુનીલાલ કાકલીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેની પૂછપરછ કરતા તેણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ જણાવ્યું હતું કે, 1992થી 2006 સુધી તે તમિલનાડુના સેલમ વિસ્તારમાં રહેતો હતો. ચંદનચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર-નવાર જતો હતો. જ્યાં તે વિરપ્ન ગેંગના સંપર્કમાં આવ્યો હતો અને ગેરકાયેદસર પ્રાણીઓના અંગની તસ્કરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. વિરપ્પન ગેંગના માણસો પાસેથી હાથીના દાંત વધારે માત્રમાં જોઈતા હોય તો મંગાવી આપીશ તેવી પણ વાત તેણે ગ્રાહોકોને કરી હતી.

- Advertisement -

આરોપી ચુનીલાલ કાકલીયા સામે તમિલનાડુની તિરુચીપલ્લીમાં પ્રાણીઓના અમૂલ્ય અંગે અને અવશેષો વેચવાનો ગુનો પણ નોંધયેલો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. દોઢ મહિના અગાઉ પણ તેને ક્રાઇમ બ્રાંચે હાથીના દાંતની તસ્કરી કરતા પકડી પાડી 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યાર બાદ વધુ એકવાર વાઘનું ચામડું 1 નંગ, હાથીના દાંત 2 નાગ, હરણના સિંગડા 2 નંગ અને શિયાળની પૂંછ 1 નંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે વિરપ્પન ગેંગ સાથે જોડાયેલા આરોપીને પકડી તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular