નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) વ્યારામાં તાજેતરમાં રેલવે પોલીસના (Railway Police) મારથી યુવક ચાલતી ટ્રેન પડી ગયો હતો અને તેનો પગ કપાઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે યુવકે રેલવે પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોતે રેલવેમાં પાણીની બોટલ વેચી રહ્યો હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસના કર્મચારીઓએ તેની સાથે કોઈ બાબતને લઈ બબાલ કરી હતી અને માર મારતા યુવક ચાલતી ટ્રેનમાં નીચે પટકાયો હતો. જેના કારણે તેનો કપાઈ જવાની સાથે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકે જવાબદાર RPFના જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બન્યા બાદ રેલવે વિભાગે પણ આ મામલે સંજ્ઞાન લઈ RPFના જવાનો સામે તપાસના આદેશ આપ્યા હતા, જે મામલે સુરત રેલવે પોલીસે નવા ખુલાસા કર્યા છે.
સુરત રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને પોલીસના મારથી પડી જવાના કારણે નહીં, પણ ચાલુ ટ્રેનમાં કૂદી જવાના કારણે તેનો પગ કપાયો છે. જેમાં યુવકે રેલવે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પરંતુ યુવક કોઈ પાણીની બોટલ વેચવાવાળો નહીં, બુટલેગર હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. રેલવેમાં બુટલેગર દારૂના જથ્થા સાથે હોવાની રેલવે પોલીસ ફોર્સના જવાનોને બાતમી મળી હતી. જે બાતમીના અધારે પોલીસે શંકાસ્પદ યુવકની પૂછપરછ કરવા જતા યુવકે તેની પાસે રહેલો દારૂનો જથ્થો ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. ત્યાર બાદ તે પોતે પણ ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો, જેના કારણે તેનો પગ કપાયો હોવાનો ખુલાસો થયો છે.
સમ્રગ મામલે પોલીસે તેની સાથે રહેલા બુટલેગરની પણ ધરપકડ કરી છે. જેમાં સહ આરોપીની પૂછપરછ કરતા દારૂનો ધંધો ચલાવતા હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ રેલવે પોલીસ પર લાગેલા ગંભીર આક્ષેપ સામે પોલીસે પણ ખુલાસો કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








