Tuesday, April 28, 2026
HomeGeneralઅમદાવાદ: પોલીસને દોડાવી-દોડાવીને માર મારનારા બુટલેગરો ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાયા

અમદાવાદ: પોલીસને દોડાવી-દોડાવીને માર મારનારા બુટલેગરો ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં તાજેતરમાં પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. સમગ્ર બાબતે પોલીસની સલામતી પર પણ અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે ગત રાત્રિના રોજ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.



માહિતી અનુસાર, પ્રહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલ ઉર્ફે કાળી અને તેનો ભાઈ સંજય બળદેવભાઈ સોલંકીને પકડવા માટે નરોડા પોલીસ સ્ટેશનના કર્મી ગયા હતા. તે દરમિયાન અનિલ બૂમાબૂમ કરતાં તેના ભાઈઓ, પિતા અને ચાલીના 10 થી 12 જેટલા માણસો ભેગા થઈને પોલીસ પર જાન લેવા હુમલો કર્યો હતો. તેમજ સંજયએ લોખંડના હથોડાથી હુમલો કર્યો હતો.


આ બનાવના આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તે દરમિયાન ASI જગદીશભાઈ અને હેડ કોન્સટેબલ મહિપાલ સુરેશભાઇને આરોપી અંગે બાતમી મળી હતી. જે બાતમીના આધારે નરોડા મુઠીયા રાણાસણ ટોલનાકાથી આગળ શાંતિપાથ રેસીડેન્સી સામે ખુલ્લા મેદાનમાંથી આરોપી જયેશ ઉર્ફે જીગો સોલંકી, બળદેવ મોહનભાઇ સોલંકી અને ઉમેશ વણજારાને ઝડપી પાડવામાં આવ્યા છે.



આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો જયેશ ઉર્ફે જીગો સોલંકી અગાઉ 2012માં નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં 2015માં નરોડા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને ચોરીના ગુનામાં તથા નિકોલમાં પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં જુનાગઢમાં પાસા કાપી હતી. 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં પોસ્કો તેમજ બળાત્કારના ગુનામાં. 2018માં ચાંગોદાર પોલીસ સ્ટેશનમાં ટાયર ચોરીના ગુનામાં. 2019, 2020 અને 2021માં નરોડા પોલીસ સ્ટેશનમાં ઈગ્લીશ દારૂના 5 કેસમાં ભુજમાં પાસા કાપી હતી. 2020માં ડભોડા પોલીસ સ્ટેશનમાં ઈગ્લીશ દારૂના કેસમાં પકડાયો હતો. નરોડા પોલીસે આ બનાવમાં ઈ.પી.કો. કલમ 143, 147, 148, 149, 186, 333, 353, 307, 294(ખ), 506(2) મુજબ ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular