Tuesday, April 28, 2026
HomeGeneralનર્મદા પોલીસે ફેક ડિગ્રી કૌભાંડમાં દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની...

નર્મદા પોલીસે ફેક ડિગ્રી કૌભાંડમાં દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ કરી

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન. રાજપીપળા: રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા હતા. ડિગ્રી સર્ટિફિકેટ વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનું બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નર્મદા એલ.સી.બી ને એ કેસની તપાસ સોંપાઈ હતી. તપાસ દરમીયાન એલ.સી.બી એ આંતરરાજ્ય ફેક ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.



- Advertisement -

નર્મદા એલ.સી.બી દિલ્હીથી આ કૌભાંડની મુખ્ય મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. નર્મદા ડીએસપી ડો. હિમકરસિંહે આ કેસની તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી હતી. આ ફેક ડિગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસને સફળતા મળી છે, અમદાવાદ અને દિલ્હીથી વધુ 2 આરોપીઓની ધરપકડ થઈ છે. એસ.આઈ.ટી ના અધ્યક્ષ ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે પોલીસે દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ કરી એમને 30 તારીખે કોર્ટમાં રજૂ કરાશે.આગામી સમયમાં વધુ 7 થી 8 આરોપીઓ પકડાવવાની શક્યતાઓ છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular