Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: કોરોનાના કેસ વધતાં નવા 21 માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા, જાણો કયા...

અમદાવાદ: કોરોનાના કેસ વધતાં નવા 21 માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા, જાણો કયા વિસ્તારનો સમાવેશ

- Advertisement -

જયંત દાફડા(નવજીવન અમદાવાદ): ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસે તંત્રને દોડતું કરી દીધું છે. તો બીજી બાજુ ગુજરાતમાં નોંધાતા કોરોનાના કેસમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. ત્યારે AMC દ્વારા નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. અત્યાર સુધી અમદાવાદમાં 44 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રે નવી યાદી જાહેર કરીને બીજા 21 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે હવે અમદાવાદમાં 65 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ બની ગયા છે.

- Advertisement -

AMC દ્વારા જાહેર કરાયેલા નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં વ્રજ વિહાર 6 ઇ બ્લોક 4થો માળ જોધપુર, અશ્વમેઘ વિ-3 બંગલા નં. 41 થી 46 જોઘપુર, સાગર ટાવર 5 થી 7મો માળ એ બ્લોક સેટેલાઇટ, ઓર્કિડ ગ્રીન ફિલ્ડ એપલ વુડ 5 થી 8 માળ એ-10 બ્લોક સાઉથ બોપલ, અનુરાધા એપાર્ટ 5મો માળ શાહીબાગ, જય ગુજરાત સોસા. નં.22 શાહીબાગ, નકોડા પાર્ક સૈજપુર, માંગલ્ય એપાર્ટમેન્ટ 5મો માળ પાલડી, પ્રમુખ બંગલોઝ ન્યૂ ઘર નં. 1, 11 અને 21 રાણીપ, આમંત્રણ બંગલો ઘર નં. 8 થી 10 ચાંદખેડા, મુરલી મનોહર સોસા. ઘર નં. એ 19થી એ 27 ભાઇપુરા, ભક્તિ બંગલો ઘર નં. 2,3,19, 20,23,નિકોલ, ઇન્દ્રપ્રસ્થ ટાવર 6 થી 8 માળ ડી બ્લોક થલતેજ, નેબ્યુલા ટાવર બી બ્લોક, 2 થી 4 માળ ડી બ્લોક 3જો માળ બોડકદેવ, સીમંધર ટાવર એ બ્લોક, 1 થી 4 માળ બોડકદેવ, સૂર્યમંદિર ટાવર 6 થી 8 માળ બોડકદેવ, આરોહી આઘા એ બ્લોક, 5 થી 10 માળ બોડકદેવ, હિલોલ કોમ્પ્લેક્સ 1 થી 3 માળ વસ્ત્રાપુર, અદાણી પ્રથમ ઓ 1 બ્લોક, 2 થી 4 માળ ચાંદલોડિયા, વૃદ્ધિ એપાર્ટમેન્ટ 2 જોમાળ ઘર નં. 8 થી 12 મણિનગર, તીર્થય એપાર્ટમેન્ટ ઘોડાસર માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular