નવજીવન અમદાવાદ : અમદાવાદમાં યુવતીને પ્રેમ સંબંધ રાખવું ભારે પડી ગયું છે. જો કે બને વચ્ચે બ્રેકઅપ થઈ જતાં બોયફ્રેન્ડ તેનું ફેક એકાઉન્ટ બનાવીને યુવતી સાથેના અંગતપળોના ફોટો અપલોડ કરીને યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ સાઇબર ક્રાઇમમાં યુવતીએ ફરિયાદ આપી હતી કે ફેસબુક પર ફરિયાદીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેના ફોટો અપલોડ કરવામાં આવ્યા છે. જેથી પોલીસએ આઈ.ટી એક્ટ કલમ 66 સી, 67 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ફરિયાદના આધારે ફેક એકાઉન્ટનું આઈ.પી.ડી.આરની માહિતી મંગાવી ટેકનિકલ એનાલિસિસ કરતાં આરોપીની જાણકારી મળી આવી હતી. આરોપીના મોબાઈ નંબરના આધારે તેનું લોકેશન મેળવી સયાજીગંજ વડોદરાથી પકડી પાડવામાં આવ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સીએમલીએન ગંગેટને ફરિયાદી સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ બને વચ્ચે મનદુખ થતાં યુવતીએ આરોપી સાથે સંબંધ બંધ કરી દીધો હતો. જેથી આવેશમાં આવીને ફરિયાદીને બદનામ કરવા માટે ફેક એકાઉન્ટ બનવ્યું હોવાનું જણાવ્યુ હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












