Thursday, April 23, 2026
HomeGeneralઅમદાવાદના આ મહિલા નેતાને તંતર-મંતર કરવું ભારે પડ્યું, કોંગ્રેસે પક્ષમાંથી કરાયા 'છુ...

અમદાવાદના આ મહિલા નેતાને તંતર-મંતર કરવું ભારે પડ્યું, કોંગ્રેસે પક્ષમાંથી કરાયા ‘છુ મંતર’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ કોંગ્રેસનાં એક મહિલા કોર્પોરેટરનો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં સાંભળી શકાય છે કે મહિલા કોર્પોરેટર પોતાના જ પક્ષના નેતાઓ સામે તાંત્રિક વિધિ કરાવવા માગતા હતા. કોંગ્રેસનાં દાણીલીમડા વિસ્તારના મહિલા કોર્પોરેટર જમના વેગડાનો તાંત્રિક સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સેહજાદખાન પઠાણ અને ધારાસભ્ય શૈલેષ પરમાર વિષે વાત કરતો ઓડિયો વાયરલ થતાં આજે અમદાવાદ કોંગ્રેસ દ્વારા જમના વેગડાને અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



ઓડિયો વાયરલ થયા બાદ આજે અમદાવાદ કોંગ્રેસ દ્વારા જમના વેગડા ઉપર શિસ્તભંગ માટે કાર્યવાહી કરવામાં આવી છે. જમના વેગડાને તેમને પાર્ટીનું નામ ખરાબ કરવા માટે શિસ્તભંગ અંતર્ગત અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે તેવો પત્ર મોકલવામાં આવ્યો છે. વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે તપાસના આદેશ આપ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેટર જમના વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પક્ષ દ્વારા જમના વેગડાને જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં કોઈ વ્યક્તિને પોતાની ધારણા મુજબ અસંતોષ થઈ શકે પરંતુ તેણે પક્ષની શિસ્ત રેખ ઓળંગવી ન જોઈએ. તમને ગમે તેટલો અસંતોષ હોય પણ તાંત્રિક માર્ગે જવું તે તદ્દન અઘટિત ગણાય. જો તમને લાગતું હોય કે તમે આવું કઈ કર્યું નથી તો અલગ અલગ સમાચાર માધ્યમોએ તમારા વિરુદ્ધ જે સમાચાર ચલાવ્યા તેની સામે તમે કોઈ પગલાં કેમ ન લીધા. આ બતાવે છે કે તમારા દ્વારા જ આ કરી કરવામાં વાયુ છે. તમારા આ ઓડિયોના કારણે એક પક્ષ તરીકે કોંગ્રેસની પણ ઘણી ટીકા થઈ છે. અગાઉ પણ ઘણી બાબતો માટે તમને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં આવું ગેરશિસ્તભર્યું તમારું વર્તન ચાલુ હોવાને કારણે તમને અચોક્કસ મુદત સુધી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular