Friday, March 29, 2024
HomeGujaratAhmedabadફરીથી છેડાયો પ્રસાદના વિવાદનો સૂર, જાણો કયા મંદિરમાં મુકાયો પ્રસાદ પર પ્રતિબંધ

ફરીથી છેડાયો પ્રસાદના વિવાદનો સૂર, જાણો કયા મંદિરમાં મુકાયો પ્રસાદ પર પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અંબાજીમાં થોડા સમય અગાઉ મોહનથાળ અને ચીક્કીનો વિવાદ વંટોળે ચડ્યો હતો. જે બાદ પાવાગઢમાં પણ છોલેલા શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારે લાંબા સમય બાદ ફરીથી અમદાવાદમાં (Ahmedabad ) શાહીબાગના (Shahibag) કેમ્પ હનુમાન મંદિરમાં (Camp Hanuman Mandir) પ્રસાદ પર પ્રતિબંધ (Prasad Ban) મુકાયો છે, જેના કારણે દર્શનાર્થીઓ રોષે ભરાતા ફરીથી વિવાદના સૂર છેડાયા છે. જાણો શું છે સમગ્ર મામલો…

આ પણ વાંચો : અંબાજીમાં ઠેર-ઠેર લાગ્યા બેનરઃ”ચિક્કી નાબુદ કરો, મોહનથાળ ચાલુ કરો”

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં ફરી એકવાર મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંઘ મૂક્યો છે. જેના કારણે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ મંદિરના મુખ્ય દ્વાર બહાર જ પ્રસાદ મુકીને દર્શન કરવા જવું પડ્યું હતું. ત્યારે ભક્તો અને દર્શનાર્થીઓમાં આ નિર્ણયને લઈને રોષ વ્યાપ્યો હતો અને સવાલોનો મારો ચલાવ્યો હતો. જેના જવાબમાં મંદિરના કર્મચારીઓએ આ નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : હજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં ‘પાવાગઢ મંદિર’નો મોટો નિર્ણય

અહીં ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં મગસના લાડું પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ સર્જાયો હતો. જો કે ત્યારે આ નિર્ણય પાછળ કોરોના મહામારીનું કારણ આપવામાં આવ્યું હતું. ત્યારે ફરીથી હવે મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મુકાતા ફરીથી વિવાદનું વંટોળ ચકડોળે ચડ્યું છે.

- Advertisement -

હાલ જે પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે, તે માટે ટ્રસ્ટીઓ આ નિર્ણય પાછળ સુરક્ષાનુ કારણ આપી રહ્યા છે. તો બીજી બાજું લોકમુખે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, ટ્રસ્ટી અને પૂજારી વચ્ચે સર્જાયેલા વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે હવે ટ્રસ્ટીઓ અને મંદિરના પૂજારી વચ્ચેનો શું છે વિવાદ? આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે? શું આ નિર્ણય પાછળ પણ અંબાજી મંદિરમાં પ્રસાદ પર થયેલી રાજનીતિ જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે કે કેમ? આવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પ્રસાદો પર ચાલતુ રાજકારણ હવે ક્યાં જઈને અટકશે?

TAG: Ahmedabad News, Camp Hanuman Mandir Shahibag, Prasad Controversy

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular