Tuesday, March 17, 2026
HomeGujaratઅંબાજીમાં ઠેર-ઠેર લાગ્યા બેનરઃ"ચિક્કી નાબુદ કરો, મોહનથાળ ચાલુ કરો"

અંબાજીમાં ઠેર-ઠેર લાગ્યા બેનરઃ”ચિક્કી નાબુદ કરો, મોહનથાળ ચાલુ કરો”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Ambaji Prasad Controversy: બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર (Ambaji Temple) દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. જોકે આ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદને (Prasad) લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ વકરી રહ્યો છે. અંબાજી મંદિર (Ambaji Mandir) દ્વારા આપવામાં આવતા મોહનથાળના (Mohanthal )પ્રસાદને બદલે ચિક્કીનો (Chikki) પ્રસાદ આપવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે સમગ્ર મામલે વિરોધ પક્ષ દ્વારા પણ અનેક આક્ષેપો રાજ્ય સરકાર પર કરવામાં આવ્યા છે. ત્યારે આજે પ્રસાદ મામલે અંબાજીમાં ઠેર-ઠેર પોસ્ટર (Posters in Ambaji) લગાવવામાં આવ્યા છે.

યાત્રાધામ અંબાજી ખાતે અપાતા મોહનથાળના પ્રસાદને બંધ કરતા ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ‘ચિક્કી નાબૂદ કરો, મોહનથાળ પ્રસાદ ચાલુ કરો’ ના પોસ્ટરો અંબાજીમાં લાગ્યા છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા ભાવીભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે જ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાવવા માટે સ્થાનક આગેવાન વિવિદ સંસ્થાનો અને રાજકીય પક્ષ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આજે સવારથી અંબાજીના તમામ સર્કલ અને બજારમાં મોહનથાળ પ્રસાદ શરૂ કરવા માટેના બેનર્સ જોવા મળ્યા હતા. બેનર્સમાં લખ્યુ હતું કે, ચિક્કી નાબુદ કરો, મોહનથાળ (રાજભોગ) પ્રસાદ ચાલુ કરો, તમામ યાત્રીકોને નમ્ર વિનંતી ચિક્કી લેવાનું ટાળો મોહનથાળ પ્રસાદ માગણી કરો. બીજીબાજુ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને આવ્યુ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર અને વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું છે. સાથે જ મોહનથાળ પ્રસાદ શરૂ નહીં થાય તો આકરી ચિમકી પણ આપવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular