Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના કણભામાંથી માનવ તસ્કરીનું રેકટે ઝડપાયું, પોલીસ પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા

અમદાવાદના કણભામાંથી માનવ તસ્કરીનું રેકટે ઝડપાયું, પોલીસ પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad ) કણભા પોલીસ સ્ટેશનમાં (Kanbha Police Station) નોંધાયેલી એક ફરિયાદની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Police) માનવ તસ્કરીના એક રેકેટનો (Human trafficking racket) પર્દાફાશ કર્યો છે. કેટલાક વ્યક્તિઓ શ્રમજીવી પરિવારની દીકરીઓને અલગ-અલગ પ્રકારની લાલચ આપીને ફોસલાવીને તેમનું અપહરણ કરી લેતા હતા. અપહરણ કર્યા બાદ યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે 7 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ કણભા પોલીસ સ્ટેશનમાં એક યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, કેટલાક વ્યક્તિઓએ આ યુવતીનું અપહરણ કરીને અન્ય કોઈ રાજ્યમાં વેચી દીધી છે. આ દિશામાં તપાસ કરતાં પોલીસે અશોક પટેલ નામના એક વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં જણાવા મળ્યું હતું કે, અશોક પટેલ તેની પત્ની, બે પુત્ર અને અન્ય એજન્ટ મળીને આ માનવ તસ્કરીનું કૌભાંડ ચલાવતા હતા. ત્યાર બાદ હાલ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરેન્દ્રનગરથી એક યુવતીનું રેસક્યું પણ કર્યું છે.

- Advertisement -

કેવી રીતે આપતો હતો ઘટનાને અંજામ

માનવ તસ્કરી કૌભાંડનો માસ્ટર માઈન્ડ અશોક પટેલ શ્રમજીવી પરિવારની સગીરાઓને ટાર્ગેટ કરતો હતો, તેમને પૈસા સહિત અલગ-અલગ પ્રકારની લાલચ આપી સાથે લઈ જતો હતો. ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરી પાલનપુરના એજન્ટ ચેહરસિંહ સોલંકીને વેચી દેતો હતો. બાદમાં ચેહરસિંહ પોતાની રીતે રાજસ્થાનની અલગ-અલગ જગ્યાએ ખોટા દસ્તાવેજો બનાવી લગ્ન માટે સગીરાઓને વેચી દેતો હતો. આ રેકેટમાં આખી ટોળકી નેટવર્ક બનાવી કામ કરતી હતી. આ ગુનામાં અશોક પટેલ અને તેની પત્ની રેણુકા પટેલ સાથે બે પુત્ર પણ સામેલ હતા. આવી રીતે અલગ-અલગ વિસ્તારોમાં જઈ સગીરાઓને ટાર્ગેટ કરી અપહરણ બાદ તેમના પર દુષ્કર્મ આચરી વેચાણનો ગોરખધંધા કરતા હતા. તેમજ સગીરાઓને ખોટા પુખ્વયના દસ્તાવેજો બનાવી એક સગીરાને 2 લાખ રૂપિયા સુધી અન્ય રાજ્યમાં વેચતા હતા. 2022માં અશોક પટેલે અમદાવાદના અસારવાની એક સગીરાને લાલચ આપી પોતાની માયાજાળમાં ફસાવી હતી. સગીરાનું અપહરણ કરી તેને 2 લાખ રૂપિયામાં સુરેન્દ્રનગરમાં વેચી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. અત્યાર સુધી આરોપીઓ 8 જેટલી સગીરાઓનું વેચાણ કરી ચુક્યા છે. અગાઉ પણ એક છોકરી વેચી હતી, જેને પોલીસને મુક્ત કરાવી છે અને 2022માં અસારવાથી ગુમ થયેલી બાળકીના અપહરણ કેસમાં બાળકીને સુરેન્દ્ગનગરથી રેસક્યુ કરી મુક્ત કરાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અશોક પટેલ મોજ-શોખ કરવા અવાર-નવાર ગણિકાઓ પાસે જવાની પણ કુટેવ ધરાવતો હતો અને પૈસા કમાવવા માનવ તસ્કરીનો ગોરખધંધો શરૂ કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular