Saturday, April 18, 2026
HomeGeneralબોપલમાં થયેલી બ્રિજ દુર્ઘટનાની તપાસના રિપોર્ટ આવ્યા પહેલા જ ઔડાએ કામ ફરી...

બોપલમાં થયેલી બ્રિજ દુર્ઘટનાની તપાસના રિપોર્ટ આવ્યા પહેલા જ ઔડાએ કામ ફરી શરૂ કરવાની પરવાનગી માગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ફરતે આવેલા રિંગરોડ પર બોપલ વિસ્તારમાં નવા બની રહેલા એક બ્રિજના બાંધકામ વખતે બે મહિના પહેલા અડધી રાતે સ્લેબ તૂટવાની ઘટના બની હતી, જોકે તે સમયે રાતનો સમય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ અકસ્માતની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ઔડાએ કોન્ટ્રાક્ટર વતી સરકાર પાસે તે જ બિલ્ડરને ફરીથી કામ શરૂ કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.



બ્રિજનો સ્લેબ તૂટી પડવાના કારણે ઔડા દ્વારા બ્રિજના નિર્માણની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને માર્ગ-મકાન વિભાગના સચિવને તપાસ અંગે પત્ર લખવામાં આવ્યો હતો. ઔડાને તપાસના રિપોર્ટ મળી ગયા પછી જ બ્રિજ નિર્માણનું કામ ફરી શરૂ કરવાનું હતું, પરંતુ હજુ તપાસના રિપોર્ટ ઔડાને મળ્યા નથી તેમ છતાં ઔડા દ્વારા રાજ્ય સરકાર પાસે બ્રિજનું કામ ફરીથી શરૂ કરવા માટે કોન્ટ્રાકટર વતી પરવાનગી માગવામાં આવી છે.

કોન્ટ્રાકટર સામે પગલાં લેવાને બદલે ઔડા દ્વારા રમણીક બિલ્ડકોમ દ્વારા જ ફરી બ્રિજનું કામ કરવાની પરવાનગી માગવામાં આવી છે. આ બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તપાસના રિપોર્ટ મળ્યા પહેલા જ, કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી કે નહીં તે ચકાસણી કર્યા વગર જ ઔડા દ્વારા સરકાર પાસે ફરી કામ શરૂ કરવાની પરવાનગી માગી છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular