Monday, June 22, 2026
HomeGeneralઅમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 29 આરોપીને આરોપમુક્ત કર્યા પણ અમદાવાદ જેલ 5ને...

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 29 આરોપીને આરોપમુક્ત કર્યા પણ અમદાવાદ જેલ 5ને જ છોડશે! જાણો કેમ

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન અમદાવાદ): અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બબ્લાસ્ટ કેસનો ચુકાદો આવી ગયો છે. જેમાં ૭૭ પૈકી ૪૯ આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા દોષી જાહેર કરાયા છે અને ૨૯ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. કોર્ટમાં બંને પક્ષના વકીલોએ કરેલી દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે સજાની સુનાવણી માટે ૧૧ ફેબ્રુઆરીની તારીખ આપી હતી. પરંતુ જો સમગ્ર ઘટના અને તેને સંલગ્ન બનાવોનું અવલોકન કરવામાં આવે તો આ તમામ ૨૯ આરોપીઓ હમણાં છૂટી શકે તેમ નથી.

કોર્ટ દ્વારા છોડવામાં આવેલા ૨૯ આરોપીઓ પૈકી એક આરોપી નવેદ કાદરીને સ્ક્રીઝોફેનિયા નામનો રોગ હોવાથી નામદાર હાઇકોર્ટે કાયમી જામીન આપેલા છે. તથા અન્ય કેટલાક આરોપીઓ ઉપર અમદાવાદ જેલમાં સુરંગ ખોદવાનો આરોપ પણ છે. એટલે આ આરોપમાંથી મુક્ત થયેલા આરોપી સેકન્ડ કેસ (સુરંગ કેસ) પેન્ડિંગ હોવાને કારણે હમણાં જેલની બહાર નીકળી શકશે નહીં.

- Advertisement -



કાયદાની જોગવાઈ અનુસાર જે આરોપીને સેશન્સ કોર્ટે બોમ્બબ્લાસ્ટ કેસમાં આરોપમુક્ત કર્યા છે પણ તેઓએ તેમના પર નોંધાયેલા અન્ય ગુનાઓમાં પણ જામીન નામદાર કોર્ટ પાસે મેળવવા પડે અથવા કેસની ટ્રાયલ ચાલે અને તેનો ચુકાદો આવે ત્યાં સુધી જેલમાં જ રહેવું પડે.

પ્રાપ્ત વિગતો અનુસાર બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છોડવામાં આવેલા ૨૯ આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ અમદાવાદ સિવાય અન્ય જેલમાં છે. ભોપાલ, મુંબઈ, બેંગલુરુ, કેરળ, જયપુર અને દિલ્હી જેલ. જેથી અમદાવાદ જેલમાંથી લગભગ ૫ લોકો જ છૂટી શકે તેમ છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular