Monday, February 17, 2025
HomeGujaratAhmedabadલાયસન્સ RTOમાં નહીં દુકાનમાં છપાતા હતા ! નખત્રાણા પોલીસે પકડ્યું કારસ્તાન

લાયસન્સ RTOમાં નહીં દુકાનમાં છપાતા હતા ! નખત્રાણા પોલીસે પકડ્યું કારસ્તાન

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યુઝ.અમદાવાદ): ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો હોય તેમ નકલી ડૉકટર, નકલી પોલીસ, નકલી જજ અને હવે કચ્છમાંથી (Kutch) નકલી ડ્રાઇવિંગ લાયસન્સ (driving license) બનાવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ (Scam) પોલીસે નખત્રાણાના કોટડા જડોદર ગામેથી પકડી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારીને બાતમી મળી હતી કે, કોટડા જડોદર ગામમાં નકલી ડ્રાયવિંગ લાયસન્સનો વેપલો ચાલી રહ્યો છે. બાતમીના આધારે કોટડા જડોદર ગામમાં આવેલી રામદેવ ઑનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડો કરી આરોપી ભરતની ધરપકડ કરી દુકાનમાં તપાસ કરતા પોલીસને 10 નકલી લાયસન્સનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે આોપીના લેપટોપની તપાસ કરતા લેપટોપમાં કેટલાય લાયસન્સની પીડીએફ ફાઈલો પણ જોવા મળી હતી.

- Advertisement -

સમગ્ર કારસ્તાન સામે આવતા પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી ભરત મેરીયા રામદેવ ઑનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં બેસી નકલી લાયસન્સ છાપી વેચાણ કરી રહ્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી હતી કે, તે ગ્રાહકોને કોઈ કાગળ કે પરીક્ષા પાસ કર્યા વગર રૂપિયા 1 હજારમાં લાયસન્સ કઢાવી આપવાનું જણાવતો હતો. તે માટે પોતે જ લેપટોપમાં લાયસન્સની કોપી લઈ એડિટીંગ કરી ગ્રાહકનો ફોટો અને નામ સરનામાં જેવી વિગતો લખી દુકાનમાં જ લાયસન્સ છાપી નાખતો હતો.

આ મામલે પશ્ચિમ કચ્છના DySP એમ. જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લા ત્રણેક માસથી નકલી લાયસન્સ બનાવી વેચવાનો વેપાર શરૂ કર્યો હતો અને કેટલાક લાયસન્સ તેણે બનાવ્યા છે. ઉપરાંત આરોપીના કબ્જામાંથી લાયસન્સ બનાવવા માટે પ્લાસ્ટિકના કવર, લેમિનેશનનો સામાન તેમજ લાયસન્સ છાપવા સફેદ કાર્ડનો સામાન પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે નખત્રાણા પોલીસે બીએનએસની કલમ336(2),336(2),340(2)હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular