Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadવિશાલા બ્રિજને લઈને ભાજપના નેતાએ આપી પ્રિતિક્રિયા, નેશનલ ઓથિરિટીના અધિકારીએ કર્યો આવો...

વિશાલા બ્રિજને લઈને ભાજપના નેતાએ આપી પ્રિતિક્રિયા, નેશનલ ઓથિરિટીના અધિકારીએ કર્યો આવો દાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) હાટકેશ્વર બ્રિજના ચર્ચિત વિવાદ બાદ હવે વિશાલાથી નારોલને (Vishala to Narol) જોડતા વાસણા બ્રિજને (Vasna Bridge) લઈને ચર્ચાઓએ વેગ પકડ્યું છે. આ બ્રિજ પરથી રોજ અનેક નાના-મોટા વાહનો પસાર થાય છે, પરંતુ બ્રિજની હાલત કફોલિ બની ગઈ છે. અવાર-નવાર આ બ્રિજના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થાય છે. તેમ છતાં તંત્રની ઊંઘ ખૂલતી નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે કોર્પોરેશન દ્વારા દોષનો ટોપલો નેશનલ હાઇવે ઓથોરીટી (National Highway Authority) ઉપર ઢોળી દેવામાં આવે છે, ત્યારે આજે અમદાવાદનાં એલિસબ્રિજ બેઠકના ધારાસભ્ય અમિત શાહે (Amit Shah) પણ આ બ્રિજને લઈને પ્રતિક્રિયા આપી છે અને નેશનલ હાઇવે ઓથોરિટીનું બ્રિજની હાલત અંગે ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યુ હતું.

નારોલ અને વિશાલા વચ્ચે બનેલા વાસાણા બ્રિજ પરથી રોજ લાખોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થયા છે. હાલ બ્રિજની સ્થિતિ ખૂબ જર્જિરીત બની છે, બ્રિજ પર તિરાડો પણ જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ બ્રિજની બીસ્માર હાલતને લઈને ફરિયાદો સામે આવતા તંત્ર દ્વારા માત્ર બ્યુટીફીકેશન કરીને સંતોષ માન્યો હતો, ત્યાર બાદ પણ હજુ બ્રિજની હાલત એવી જ છે કે ગમે ત્યારે બ્રિજ તૂટીને નીચે પડી શકે છે અને લાખો લોકોનો જીવ જોખમમાં મુકાઇ શકે છે.

- Advertisement -

આજે પ્રેસ કન્ફોરન્સ દરમિયાન પત્રકારોએ વાસાણા બ્રિજને લઈ પ્રશ્ન કરતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહએ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિશાલા બ્રિજ નેશનલ હાઇવેના તાબામાં આવે છે. થોડા સમય પહેલા નેશનલ બ્રિજ ઓથોરિટીના અધિકારી અમદાવાદ આવ્યા હતા, ત્યારે મે અને અમિત ઠાકરે એરપોર્ટ પર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને વિશાલા બ્રિજને લઈ રજૂઆત કરી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે, હજુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ અમારા ધ્યાનમાં છે, બ્રિજ સલામત છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular