Sunday, June 14, 2026
HomeGeneralઅમદાવાદ: પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 13 નવજાત બાળકો સહિત 60ના...

અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 13 નવજાત બાળકો સહિત 60ના રેસક્યુ કરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અલગ અલગ સ્થળો ઉપર આગ લાગવાની ઘટના સમયાંતરે સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક વાર અમદાવાદમા એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદનાં પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્ષમાં ત્રીજે માળ એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અમદાવાદ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા 12 જેટલા અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે જવા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જનહાનીના સમાચાર આવ્યા નથી હાલ ફાયરબ્રિગેડ દ્વારા રેસક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.



અત્રે ઉલ્લેખનીય છે કે જે કોમ્પ્લેક્ષમાં આગ લાગી તેમાં એક બાળકોની હોસ્પિટલ પણ છે જેમાં 13 નવજાત બાળકો તેમની માતા સાથે દાખલ હતા. જોકે તમામને સુરક્ષિત રીતે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બચાવોઈ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કૂલ 60 જેટલા લોકોને રેસક્યુ કરી લેવામાં આવ્યા છે, લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સના ધાબા ઉપર ચઢી ગયા હતા, ફાયર બ્રિગેડ દ્વારા 2 લિફ્ટનો પણ રેસક્યુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષાના ભાગ રૂપે 500 મીટર જેટલો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ત્રીજે માળ આવેલા એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી જે આગ વિકરાળ સ્વરૂપમાં ફેલાઈ હતી અને આગના ધુમાડા ચોથે માળ સુધી જતાં લોકો ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા કોમ્પ્લેક્ષના ધાબા ઉપર ચઢી ગયા હતા. કોમ્પ્લેક્ષમાં એક બાળકોની હોસ્પિટલ પણ છે, પરંતુ હાલ બધા બાળકો અને તેમની માતાને રેસક્યુ કરી લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાલ ફાયરબ્રિગેડની 12 ગાડીઓ આગ શાંત કરવાનું કામ કરી રહી છે, અને અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular