Sunday, June 14, 2026
HomeGujaratપ્રજાના 12 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડર બ્રિજ રંગી નાખ્યો, લોકોમાં ચર્ચા...

પ્રજાના 12 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડર બ્રિજ રંગી નાખ્યો, લોકોમાં ચર્ચા ‘કોના બાપની દિવાળી’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન(RMC) દ્વારા રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજને અલગ અલગ ચિત્રોથી રંગવામાં આવ્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્વસ’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાને રાખી વિખ્યાત મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે, પરંતુ આ ચિત્રો પેઈન્ટ કરવા માટે કોર્પોરેશને જનતા પાસેથી ટેક્સ પેટે ઉઘરાવેલી રકમમાંથી 12 લાખ ખર્ચ કર્યા છે.



ચિત્રો પેઈન્ટ કરવા હોય તો ખર્ચ તો થાય જ, પરંતુ અહિં સવાલ એ છે કે જ્યારે અગાઉ શહેરમાં ચિત્રકારો દ્વારા વિવિધ સ્થળો પર રંગના ખર્ચ સિવાય કોઈ મહેનતાણા વિના મફતમાં ચિત્રો પેઈન્ટ કરી આપવામાં આવ્યા છે. ત્યારે લોકોના મનમાં સવાલ છે કે, તો હવે RMCને એવું તો શું શુરાતાન ચઢ્યું કે ખાસ ચિત્રકારો બોલાવી લાખોના ખર્ચે ચિત્રો દોરાવવા પડ્યા.

RMC દ્વારા રાજકોટના કાલાવડ રોડ પર સ્થિત મહિલા કોલેજ અંડરબ્રીજમાં રૂપિયા 12 લાખના ખર્ચે ચિત્રો પેઈન્ટ કરાવવામાં આવ્યા છે, પરંતુ અગાઉ જ્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં ચિત્રનગરી દ્વારા 15 હજાર ચિત્રો ચિત્રકારો દ્વારા માત્ર રંગના ખર્ચથી પેઈન્ટ કરી આપ્યા હતા. તો હવે કોર્પોરેશન દ્વારા કેમ રૂપિયા 12 લાખ માત્ર એક અંડરબ્રીજ રંગવામાં નાખવા પડ્યાં તે મોટો સવાલ છે.



રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રદિપ દવેના જણાવ્યા અનુસાર, “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે અંદાજિત 45 હજાર સ્ક્વેર ફૂટમાં ચિત્રો છે. જેનો ખર્ચ અંદાજિત 12 લાખ જેવો થાય છે. જેમાં લતા મંગેશકર, રાણી લક્ષ્મીબાઇ, કલ્પના ચાવલા સહિતના કેટલાક વિખ્યાત મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે.” ત્યારે શહેરના નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, RMCમાં ‘કોના બાપની દિવાળી’ જેવું કામ ચાલે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular