Saturday, April 20, 2024
HomeGeneralનફીસા કેસમાં પ્રેમી રમીઝ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા મામલે ગુનો દાખલ

નફીસા કેસમાં પ્રેમી રમીઝ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા મામલે ગુનો દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ થોડા દિવસો પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારની નફિસા નામની યુવતીએ અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ પર પહોંચી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં જે પી પોલીસે પ્રેમી રમીઝ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે પોલીસ ફરિયાદ મુજબ આ વ્યક્તિની દુષ્પ્રેરણાને પગલે નફિસાએ જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ પહેલા તે દાણીલીમડા પોલીસ સ્ટેશન પર પ્રેમી સામે ફરિયાદ નોંધાવવા ગઈ હતી. લગ્નનું વચન આપી પ્રેમીએ છોડી દેતા તેણે આ પગલું ભર્યું હતું. રમીઝની ધરપકડ કરવા પોલીસે ખાસ ટીમ બનાવી છે. સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ તેમાં મદદ લીધી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ આયેશા નામની એક યુવતીએ અમદાવાદ સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પરથી એક વીડિયો બનાવી અંતિમ પગલું ભરી લીધું હતું. જે વીડિયોના કારણે દેશ ભરમાં તેના પતિ સામે ફીટકાર વરસાવાયો હતો. તે કેસમાં આરોપી પતિને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી. આવો જ એક બનાવ વડોદરામાં બન્યો. તેમાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પરિવારે જે તે સમયે આરોપ લગાવ્યો હતો કે નફીસા અમદાવાદના એક યુવકા પ્રેમમાં હતી. તે ઘણી વખત અમદાવાદ જતી અને ત્યાં રોકાતી હતી. બંને લગ્ન કરવાના હતા. જોકે લગ્ન થાય તેવું નફીસાને ન લાગતા તે આઘાતમાં આવી હતી. નફીસાએ પણ અમદાવાદની સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર આવીને વીડિયો રેકોર્ડ કરી અંતિમ પગલું ભર્યું હતું. ચારેક દિવસ પહેલા નફીસાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેણે અમદાવાદ જઈને પણ બે વખત આ પહેલા જાતને મોતને હવાલે કરવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ કારણસર તે સફળ થઈ નહીં.

યુવતીએ આત્મહત્યા પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેમાં ટે કહી રહી છે કે, “તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.”અન્ય એક વીડિયોમાં યુવતી કહે છે કે, “કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.”
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular