Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ વિદેશમાં ભણવા જવાના અભરખામાં વિદ્યાર્થી છેતરાયો, એજન્ટે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

અમદાવાદઃ વિદેશમાં ભણવા જવાના અભરખામાં વિદ્યાર્થી છેતરાયો, એજન્ટે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: વિદેશમાં ભણવનું અનેક વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓના સપના રોળાઈ જાય છે. ગુજરાતમાં દર વર્ષે મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જતાં હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી (Cheating) કરીને પૈસા પડાવવા માટે કેટલાક લેભાગુ એજન્ટો પણ સક્રીય થતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ ચાંદખેડા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં એક એજન્ટે વિદ્યાર્થીને વિદેશના સપના બતાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રાજેશ પટેલ કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દિકરા જૈનીલે વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સીટીમાં ડીપ્લામાં એગ્રીકલચરનો અભ્યાસ પૂર્ણ થતાં વધુ અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા જવા માટેની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન જૈનિલની સાથે અભ્યાસ કરતો તેના મિત્ર વિશ્વજીતના પિતા હરેશભાઈએ વિદેશમાં અભ્યાસ માટેના એજન્ટ તરીકે કામ કરતાં અજય મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરાવ્યો હતો.

- Advertisement -

જેથી રાજેશ અને તેમના સાળા યોગેશ ચાંદખેડામાં આવેલી અજયની ઓફિસમાં મળવા માટે ગયા હતા. આ દરમિયાન જૈનિલને સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા મોકલવા માટે રૂપિયા 40 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જોકે દિકરાનું વિદેશમાં ભણવાનું સપનું સાકાર કરવા માટે રાજેશભાઈએ આ પૈસા ભરવાની તૈયારી દાખવી હતી. સૌ પ્રથમ રૂપિયા 49 લાખ ટોકન પેટે, રૂ.7,48,456 મેલબોર્ન શહેરમાં યુનિવર્સિટીની એડમીશન ફીના માટે, રૂ.16 લાખ ટ્રાવેલીંગ કાર્ડ અને રૂ.37,500 સ્ટુડન્ડ વિઝા ફી આમ કુલ 24,34,956 રૂપિયા એજન્ટે લઈ લીધા હતા.

રૂપિયા લીધા બાદ ત્રણ મહિનાનો સમય વિતી જવા છતાં એડમીશન ન થતાં એજન્ટ પ્રોસેસ ચાલું છે, તેમ કહીં ગોળ ગોળ ફેરવતો રહેતો હતો. જોકે રાજેશભાઈ આખરે કંટાળીને રૂપિયા પરત માગતા એજન્ટ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એજન્ટને શોધવા માટે રાજેશભાઈએ તેની ઓફિસના પણ અનેક ચક્કર માર્યા પણ એજન્ટ અજયસિંહ વાધેલાની ભાળ ન મળતા તેમની સાથે છેતરપિંડિ થઈ હોવાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે રાજેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે એજન્ટને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular