નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનાં રાજકારણમાં નવી જન્મેલી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતનાં રાજકારણમાં વર્ષોથી સત્તા ભોગવી રહેલી ભાજપને શિક્ષણના મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. થોડા સમય અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિશોદિયા ગુજરાતમાં સરકારી શાળાઓની મુલાકાતે આવ્યા હતા, ત્યાર બાદ તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગુજરાતનાં શિક્ષણ વિભાગના અધિકારીઓને દિલ્હીની સરકારી શાળાઓ જોવા માટે આમંત્રિત કર્યા હતા. ત્યાર બાદ આજે ફરી આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને શિક્ષણ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઈટાલીયાએ મીડિયાને જણાવ્યુ હતું કે, “અમે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર સામે શિક્ષનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને તેમણે શિક્ષણ મુદ્દે સારું કામ કરવું પડે તેના માટે દબાણ ઊભું કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના નેતાઓએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે, નેતાઓની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓએ વધે તે માટે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સરકારી શાળાઓ બંધ થાય છે અને ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓમાં ફી વધારા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં છેલ્લા 7 વર્ષથી ખાનગી શાળાઓમાં ફી વધારો આવ્યો નથી, પંજાબમાં આમ આદમી પરતીની સરકાર બની ત્યારથી જ ખાનગી શાળાઓમાં ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટાતા અટકાવવા માટે તેમના વતી અમે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. પત્રમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો સરકાર આ મુદ્દાઓ ઉપર જલદી કોઈ કામ નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરીને સરકારના બહેરા કાન સુધી આ મુદ્દા પહોંચાડીશું.”
આમઆદમી પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્ર મુજબ મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે. ડોનેશનપ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માગનાર પર કાર્યવાહી કરવામાં આવે. યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બૂટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે. પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે. FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.